ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર બીજીવાર બનશે માતા
મુંબઈ, અભિનેત્રી સોનમ કપૂર બીજીવાર પ્રેગનેન્ટ હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. સોશિયલ મીડિયાથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી ટૂંક સમયમાં માતા બની શકે છે. આજે સોનમ કપૂરે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધી અટકળો અને અફવાઓનો અંત લાવી દીધો છે. હવે અભિનેત્રી ટૂંક સમયમાં બીજા બાળકની માતા બનશે.
સ્ટાઇલ આઇકોન સોનમ કપૂરે સ્ટાઇલિશ રીતે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. તેણે સ્ટાઇલિશ અને એકદમ હોટ પિંક આઉટફિટમાં સુંદર રીતે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
સોનમ કપૂરની આ સુંદર તસવીરો જોતા જ ફેન્સ ખુશ થયા હતા. અભિનેત્રીના પતિ આનંદ આહુજાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. આનંદ આહુજાએ સોનમ કપૂરની પોસ્ટ પર બે કમેન્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું છે. એકમાં તેમણે લખ્યું કે, ડબલ ટ્રબલ, બીજામાં લખ્યું છે કે, બેબી માં અને શિક મામા.
સોનમ કપૂર લગ્ન બાદ થોડી જ ફિલ્મોમાં જોવા મળી છે, તે પોતાના પરિવાર અને દીકરાના ઉછેરમાં વ્યસ્ત રહી છે. હવે તેમના દીકરા વાયુના જન્મના ત્રણ વર્ષ બાદ આનંદ આહુજા અને સોનમ કપૂરના ઘરમાં ફરીથી નાનકડા મહેમાનનું આગમન થશે.
સેલિબ્રિટીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો છે. સોનમ કપૂરે પોતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરતા જ શનાયા કપૂર અને પત્રલેખા કપૂર જેવી હસ્તીઓએ તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું.
તમને જણાવી દઈએ કે, સોનમ કપૂરે ૨૦૧૮માં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા હતા. શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સેલેબ્સ લગ્નમાં હાજર રહ્યા હતા. તેમના લગ્નના ત્રણ વર્ષ પછી ૨૦૨૧માં સોનમ કપૂરે એક પુત્ર વાયુને જન્મ આપ્યો હતો.SS1MS
