Western Times News

Gujarati News

કોમેડી- ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ: 2 જાન્યુઆરીએ ફિલ્મ થશે રિલીઝ

  • વિપુલ શર્મા લિખિત અને દિર્ગદર્શિત   ‘બિચારો બેચલર’માં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં

ગુજરાતી સિનેમાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના અનોખા વિષયો, મજબૂત વાર્તા અને પરિવારને જોડતી ફિલ્મોથી નવો બેન્ચમાર્ક કર્યો છે. મીઠાશ, સંસ્કૃતિ અને હાસ્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મો દરેક વયના દર્શકોને પોતાના તરફ આકર્ષે છે. આવી જ નવી તાજગી, મજેદાર પરિસ્થિતિઓ અને લાગણીસભર પળોને લઈને ગુજરાતી સિનેમા એક વધુ રસપ્રદ ફિલ્મ સાથે તૈયાર છે, જેનું નામ છે “બિચારો બેચલર”.

વીર સ્ટુડિયોઝ હેઠળ બનેલ આ નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘બિચારો બેચલર’નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. તુષાર સાધુ અભિનીત આ ફિલ્મમાં એક 28 વર્ષની ઉંમરના યુવક અને તે તેના  પરિવારની ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની મજેદાર, ભાવુક અને સંબંધોમાં બંધાયેલ સફરને હળવી-ફૂલઝડપ સ્ટાઈલમાં રજૂ કરવામાં આવી છે.

વિપુલ શર્મા દ્વારા લિખિત અને  દિગ્દર્શિત “બિચારો બેચલર”માં તુષાર સાધુની સાથે પ્રશાંત બરોટ, જય પંડ્યા, ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા, ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને  આંચલ શાહ જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે, “‘બિચારો બેચલર’ માત્ર હાસ્યથી ભરપૂર ફિલ્મની સાથે સાથે દરેક ગુજરાતી પરિવારમાં જોવા મળતી નાનકડી ઘટના અને લાગણીઓને હળવી શૈલીમાં રજૂ કરતો એક મીઠો અનુભવ છે. આ વાર્તા દ્વારા અમે સમાજમાં જોવા મળતી હાસ્યસભરપરિસ્થિતિઓ, પરિવારનો પ્રેમ અને સંબંધોની ગરિમાને સાચી રીતે પકડવાનો પ્રયાસ કર્યો છે.”

આ ફિલ્મ 2 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થઈ રહી છે. ગુજરાતી ફિલ્મના દર્શકો માટે હાસ્ય, લાગણીઓ અને મનોરંજનનો પરફેક્ટ ડોઝ આપી શકે તેવી આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.