લુધિયાણામાં પાકિસ્તાની આતંકી મોડ્યુલના બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર
(એજન્સી)લુધિયાના, પંજાબના લુધિયાણામાં પંજાબ પોલીસે બે આતંકીઓનું એન્કાઉન્ટર કર્યું છે. બંને આતંકીઓ તાર આતંકી ગ્રુપ સાથે જોડાયેલા છે, જે પાકિસ્તાની આતંકી મોડ્યુલના છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે આ બંને સંદિગ્ધ લોકોને હેન્ડ ગ્રેનેડ એકઠા કરી નિશ્ચિત જગ્યા પર ફેંકવાનું કામ સોંપાયું હતું.Encounter between police and terrorists in Ludhiana.
પોલીસે સમય રહેતા તેમને પકડી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને કારતૂસ પણ જપ્ત કર્યા છે. જાણકારી અનુસાર, એન્કાઉન્ટરની આ ઘટના લુધિયાણા શહેરની બહાર આઉટર પર લાડોવાલ ટોલ પ્લાઝા નજીક થઈ. જો પકડાતા નહીં તો આ બંને આતંકી કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકતા હતા.
પંજાબ પોલીસે જણાવ્યું કે લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝા (દિલ્હી-અમૃતસર હાઈવે) પર પાકિસ્તાની આતંકી મોડ્યુલના બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે, જેમાં બે આતંકી ઘાયલ થયા છે. ઘાયલ થયેલા આતંકીને પકડી લીધા છે અને તેમની સાથે પૂછપરછ થઈ રહી છે.
પહેલા પકડાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછથી મળેલી સૂચના પર ટ્રેપ લગાવ્યા હતા. પોલીસ ધરપકડમાં આતંકીઓનો સામાન જપ્ત કરી રહી હતી, ત્યારે આતંકીઓએ પોલીસ પર હુમલો કરી દીધો. આતંકીઓની પોલીસ સાથે અથડામણ થઈ ગઈ. પોલીસે જવાબી કાર્યવાહી કરી, જેમાં બે આતંકી ઘાયલ થયા છે.
પોલીસ કમિશનર સ્વપ્ન શર્મા સહિત વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. આખા વિસ્તારને સીલ કરી દીધો છે. બંને ઘાયલ આતંકીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જેમાં એકની હાલત ગંભીર છે. આતંકીઓ પાસેથી ૨ ચીની ગ્રેનેડ, ૫ ચીની પિસ્તોલ અને ૫૦થી વધારે જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકી પાકિસ્તાની હેન્ડલરના કહેવા પર ગ્રેનેડ લેવા અને એટેક કરવા આવ્યા હતા, જે પકડાઈ ગયા છે.
આતંકવાદીઓએ ભારત દેશમાં અરાજકતા ફેલાવવા માટે ષડયંત્ર રચ્યા હતા અને આ માટે જરૂરી તમામ આયોજન પણ કરાયું હતું. પરંતુ તે પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ એક પછી એક કડીઓ મેળવી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યાે છે. ચિંતાજનક વાત એ છે કે, આ ષડયંત્રમાં ડોક્ટરો પણ સંડોવાયેલા છે.
