Western Times News

Gujarati News

હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પ્રતિકાત્મક

વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ

(એજન્સી)બહરીન, બહરીનથી હૈદરાબાદ આવી રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગલ્ફ એરની ફ્લાઈટ નંબર જીએફ-૨૭૪, જે બહરીનથી હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ) માટે ઉડાન ભરી રહી હતી, તેને સુરક્ષાના કારણોથી મુંબઈ લેન્ડ કરી દેવાઈ.

મંગળવાર સવારે અધિકારીઓને વિમાનમાં બોંબ હોવાની માહિતી મળી. ધમકી ભર્યો કોલ આવતા જ સુરક્ષા એજન્સીઓ અને એર ટ્રાફિક કંટ્રોલ તાત્કાલિક હરકતમાં આવી ગયા. સુરક્ષાના ભાગરૂપે પાઇલટને હૈદરાબાદના બદલે નજીકના મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. વિમાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું.

લેન્ડિંગ બાદ તાત્કાલિક વિમાનને એરપોર્ટના એક આઇસોલેટેડ બેમાં લઈ જવાયું. કેન્દ્રીય સુરક્ષા દળ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ વિમાનને ઘેરીને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તમામ મુસાફરો અને પાઇલટને સુરક્ષિત નીચે ઉતારાયા.

તેલુગુ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, વિમાનની અંદર અને લગેજ હોલ્ડમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ મુસાફરોના સામાનની પણ બે વખત તપાસ કરાઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.