Western Times News

Gujarati News

શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સરકારી શાળા અગ્રેસર

૯૦૦થી વધુ સિક્કા કલેક્શન બદલ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, IIT પ્રેરિત ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫ પ્રથમ ક્રમ તેમજ રાજ્યકક્ષાનો ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫‘ પ્રાપ્ત કરનાર રાજ્યની અનોખી એવી પાલજની સરકારી પ્રાથમિક શાળા

Gandhinagar, શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છેજેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની સરકારી પ્રાથમિક શાળા‘……

ગુજરાતની રાજધાની‘ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું પાલજ‘ ગામ….. શિક્ષક કભી સાધારણ નહીં હોતા‘ નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ‘….આ ધ્યેય મંત્રને આ ગામની પ્રાથમિક શાળાએ આચાર્ય શ્રી હિતેશ પટેલ,શિક્ષક મિત્રો,વિદ્યાર્થીઓ અને ગામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ- સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

પાલજ ગામની આ સરકારી પ્રાથમિક શાળાએ વૈશ્વિક કક્ષાએ ૯૦૦થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલવર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાનગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT  પ્રેરિત ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫‘ પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આ રહી શાળાની સિદ્ધિઓ:

            કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020‘ નિપુણ ભારત‘ અંતર્ગત આયોજિત IIT ગાંધીનગર ક્યુરિયોસીટી કાર્નિવલ -૨૦૨૫માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં  પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.

            ગાંધીનગર સ્થિત આઈઆઈટી ખાતે ગત  જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાચીન સિક્કા કલેકશન,સાયન્સ એક્ટિવિટીઆર્ટ એન્ડ ક્રાફ્ટમોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ અલગ શાળાઓને ભાગ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ- ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના ૯૦૦ જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. નિપુણ ભારત‘ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય,પીએમ શ્રી વિદ્યાલય,કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ

અને આઇઆઇટીના વિદ્યાર્થી સહભાગી થયા હતા,જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ કલેક્શન કેટેગરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડમાં નોંધણી કરવામાં આવતા આ શાળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

‘પ્લાસ્ટિક મુક્ત ગામ’થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા- પાલજ

             ‘કલાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી.

            પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની  કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

             આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છેજે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતોજે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાંવિદ્યાર્થીઓને લેખન પેડકચરા પેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા  માટે રેલીચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.

            આ કલાઈમેટ ચેન્જ એવોર્ડ બદલ પાલજ પ્રાથમિક શાળાને રૂ. ૧ લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ઈનામી રકમમાંથી શાળાના તમામ ૩૭૦ વિદ્યાર્થીઓને સ્ટીલના નાસ્તાના ડબ્બાનું વિતરણ કરીને તેરા તુજકો અર્પણની પંક્તિને સાચા અર્થમાં આ શાળાએ સાર્થક કરી છે.

            આ ઉપરાંત શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય ગણિત ઓલમ્પિયાડ પરીક્ષા‘ અને શાળામાં પડતી સમસ્યાને આધારે તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ગાંધીનગરમાં એક્શન રિસર્ચ અને સંશોધન પેપર પણ રજૂ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.