Western Times News

Gujarati News

NCBને મળી સફળતાઃ દિલ્હીમાંથી ઝડપી પાડ્યું ૨૬૨ કરોડનું ડ્રગ્સ

નવી દિલ્હી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ રાજધાની દિલ્હીમાં એક મોટી કાર્યવાહી કરતાં ૨૬૨ કરોડ રૂપિયાથી વધુનો ડ્રગ્સ જથ્થો જપ્ત કર્યો છે.

આ કાર્યવાહી એક ફાર્મહાઉસ પર દરોડાથી શરૂ થઈ હતી, જ્યાંથી મળેલી મહત્વની લીડના આધારે એનસીબીએ સતત ત્રણ દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સિન્થેટિક ડ્રગ નેટવર્કનો મોટો ખુલાસો થયો છે.

તપાસ દરમિયાન ટીમને એવી માહિતી મળી કે આ ટુકડી વિદેશી ઓપરેટરોના નિર્દેશ પર કામ કરતી હતી. ફાર્મહાઉસ પરના દરોડા બાદ દિલ્હી-એનસીઆરમાં અનેક ઠેકાણાઓ પર વોચ વધારી દેવામાં આવી અને શંકાસ્પદ લોકોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી.

એનસીબીએ આ ઓપરેશનમાં ૨૫ વર્ષીય શેન વારિસ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જે મૂળ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના મંગરૌલી ગામનો રહેવાસી છે.

ધરપકડ વખતે તે નોઈડા સેક્ટર-૫, હરૌલામાં ભાડાના મકાનમાં રહેતો હતો અને એક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે શેન વારિસ પોતાના “બોસ”ના નિર્દેશ પર ફેક સિમ કાર્ડ પર વાટ્‌સએપ ચાલુ કરીને ચેટ કરતો હતો, જેથી તેનું લોકેશન અને ગતિવિધિઓ ટ્રેસ ન થઈ શકે.

શેનને ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે ડ્રગ નેટવર્કમાં પોતાની ભૂમિકા કબૂલી અને ઘણી મહત્વની જાણકારીઓ આપી. તેણે એક મહિલા એસ્થર કિમિનીનું નામ પણ જણાવ્યું, જેના મારફતે પોર્ટર રાઈડર દ્વારા નશીલા પદાર્થનું મોટું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. તેણે તેનું સરનામું અને સંપર્ક વિગતો પણ દ્ગઝ્રમ્ને આપી દીધી.

શેન વારિસે આપેલી માહિતીના આધારે એનસીબીએ ૨૦ નવેમ્બરે છતરપુર એન્ક્‌લેવ ફેઝ-૨ના એક મકાનમાં દરોડો પાડ્યો. અહીંથી ૩૨૮.૫૪ કિલો મેથામ્ફેટામિન જપ્ત કરવામાં આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૨૬૨ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

આટલી મોટી માત્રામાં સિન્થેટિક ડ્રગ્સની જપ્તીને એજન્સી તાજેતરના વર્ષોમાં સૌથી મોટી સફળતાઓમાંની એક માની રહી છે. શેનની માહિતીથી એજન્સીને માલ જપ્ત કરવામાં જ મદદ ન મળી, પરંતુ નેટવર્કની વિદેશી લિંક, સ્થાનિક સાથીઓ, સપ્લાય રૂટ તથા લેવડ-દેવડની પદ્ધતિઓનો પણ ખુલાસો થયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન ‘ક્રિસ્ટલ ફોર્ટ્રેસ’ હેઠળ મેગા ટ્રાન્સ-નેશનલ મેથામ્ફેટામિન કાર્ટેલનો પર્દાફાશ કરવા બદલ દ્ગઝ્રમ્ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમને અભિનંદન પાઠવ્યા છે.

અમિત શાહે કહ્યું કે, આ ઓપરેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નશામુક્ત ભારતના વિઝનને અનુરૂપ એજન્સીઓ વચ્ચે સીમલેસ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.

નવી દિલ્હીમાં ૨૬૨ કરોડની ૩૨૮ કિલો મેથામ્ફેટામિનની જપ્તી અને બે આરોપીઓની ધરપકડ એક મોટી સફળતા રૂપે સામે આવી છે. દિલ્હીમાં મેથામ્ફેટામિનની સૌથી મોટી જપ્તીઓમાંની એક છે. ઓપરેશન ‘ક્રિસ્ટલ ફોર્ટ્રેસ’ સરકારના સિન્થેટિક ડ્રગ કાર્ટેલ અને તેમના ટ્રાન્સ-નેશનલ નેટવર્કને ખતમ કરવાના સફળ પ્રયાસોને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

દ્ગઝ્રમ્ની તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ ગિરોહ એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો ભાગ છે, જેને વિદેશમાં બેઠેલા ઓપરેટરો કંટ્રોલ કરતા હતા. એજન્સી હાલ સપ્લાયર્સ, સહ-કોન્સપિરેટર, ફાઈનાÂન્શયલ ચેનલો, સ્ટોરેજ પોઈન્ટ અને ટ્રાન્સપોર્ટ રૂટનો સંપૂર્ણ નકશો તૈયાર કરી રહી છે. ટીમનું કહેવું છે કે આવનારા દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.