Western Times News

Gujarati News

ભાવનગરમાં ગેરકાયદે મદરેસા, ૬ ફ્લેટ અને ૮ હાસ્ટેલને તોડી પડાઇ

ભાવનગર, ભાવનગરમાં દાદાનું બૂલડૉઝર ફરી વળ્યુ છે. ગેરકાયદે દબાણો હટાવવું અભિયાન ફરી એકવાર ભાવનગરમાં શરૂ થયુ છે. આજે વહેલી સવારથી ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી, જેમાં શહેરના અકવાડાથી તરસમિયા રોડ પર આવેલી ગેરકાયદે મદરેસાને તોડી પડાઇ હતી. મદરેસાની જગ્યામાં ઉભા થયેલા છ ફ્લેટ, આઠ હોસ્ટેલ રૂમને પણ દૂર કરવામાં આવ્યા હતા.

પાલિકાએ આ મેગા ડિમાલિશન દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાર જેસીબી, ત્રણ હિટાચી મશીનની મદદથી સમગ્ર કામગીરી પુરી કરી હતી, આમાં ૧૫૦૦ ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કરવામાં આવી હતી.

આજે વહેલી સવારથી જ ભાવનગરમાં અકવાડા મદરેસામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરની અકવાડા મદરેસા ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ઘોઘા રોડથી અધેવાડા સુધી ૨૪ મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવાઈ રહ્યા છે. તેથી મહાનગર પાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલુમ મદરેસા વિસ્તારમાંથી ૧૫૦૦ ચો.મી દબાણ દૂર કરવામાં આવ્યું.

આ કામગીરીમાં ચાર ત્નઝ્રમ્, બે હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરાઇ હતી. અકવાડા વિસ્તારમાંથી ૬ ફ્લેટ અને ૧ હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી.

દબાણ હટાવી ૧૫૦૦ ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.