મુખ્યમંત્રીએ તાત્કાલિક કાર્યક્રમનું સ્થળ બદલવાનો આદેશ આપ્યો
જામનગર, ગુજરાતના સંવેદનશીલ મુખ્ય પ્રધાન તરીકે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે, જામનગરમાં એક મધ્યમવર્ગીય પરિવારની દીકરીના લગ્ન પ્રસંગને લઈને સંવેદનશીલતા દાખવી છે.
ભૂપેન્દ્ર પટેલ તેમના સાલસ અને ઉદાર સ્વભાવને લઈને અનેક દ્રષ્ટાંતો પૂરા પાડ્યા છે. આવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો છે. જેમાં મુખ્યપ્રધાને સંવેદનશીલતા દાખવી છે. જામનગરના મધ્યમવર્ગીય પરમાર પરિવારમાં દીકરીના લગ્ન હતા. પરંતુ ખબર પડી કે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ તેમની દીકરી સંજનાના લગ્ન જે સ્થળે યોજવામાં આવ્યા છે તે જ સ્થળે બીજા દિવસે જ યોજાવાનો છે.
આથી મુખ્ય પ્રધાનની તેમા ઉપસ્થિત રહેનારાઓની સુરક્ષાના કારણોસર લગ્ન સમારોહમાં ખલેલ પહોંચવાની સંભાવના આવી પડી હતી. જેના પગલે, લગ્નોત્સુક પરિવાર ચિંતિત થઈ ગયો. ત્યારબાદ તેમણે આ વાત મુખ્યમંત્રીના ધ્યાન પર લાવ્યા.
પરિવારે આ મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો. આ સાંભળીને મુખ્યમંત્રીએ તાત્કાલિક કાર્યક્રમનું સ્થળ બદલવાનો આદેશ આપ્યો. પુત્રીના પરિવારની ચિંતા, અમારી ચિંતા. મુખ્યમંત્રીના આદેશથી સ્થળ બદલવામાં આવ્યું.
સંજના પરમારના કાકા બ્રિજેશ પરમારે કહ્યું, “મુખ્યમંત્રીને અમારા લગ્નની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાત કરી અને અમને ખાતરી આપી. તેમણે કહ્યું, ‘બિલકુલ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન તે જ ટાઉન હોલમાં ધામધૂમથી ઉજવો જ્યાં તે મૂળ રીતે યોજાવાના હતા.’” અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલીશું. આમ, મુખ્યમંત્રીની સંવેદનશીલતાથી, જામનગરના પરમાર પરિવારની ચિંતાઓ સાવ ઓછી થઈ.SS1MS
