આરોપી ચાલુ ગાડીએ ડ્રગ્સનો સપ્લાય કરતો હોવાનો પર્દાફાશ
સુરત, ગુજરાતમાંથી અવારનવાર નશાકારક પદાર્થનું વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ હોવા છતા અનેક વખત આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાંથી ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયો છે.
સુરતના મુગલીસરા વિસ્તારમાં આલુપુરીની આડમાં ડ્રગ્સનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગ્રાહકોને ચાલુ ગાડીએ જ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતુ. જેની જાણ પોલીસને થતા પોલીસે દરોડા પાડ્યા હતા.
જેમાં આલુપુરીની આડમાં ડ્રગ્સનો વેપલો કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાંથી આલુપુરીની આડમાં સ્ડ્ઢ ડ્રગ્સનું વેચાણ થતુ હોવાનો પર્દાફાશ થયો છે. શહેરના મુગલીસરા વિસ્તારમાં આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હતો.પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી જેમા આરોપી ગ્રાહકોને ચાલુ ગાડીએ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.SS1MS
