પાક.એ ભારતના રાફેલ તોડ્યાનો દાવો ફ્રાન્સ નેવીએ ખોટો ગણાવ્યો
પેરિસ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના રાફેલ વિમાન તોડી પાડવાના પાક.ના દાવાને ફ્રાન્સની નૌસેનાએ બનાવટી ગણાવ્યો હતો.
સમાચાર એજન્સીના મતે પાકિસ્તાન સ્થિત જીયો ટીવીએ પોતાની વેબસાઈટ પર ૨૧ નવેમ્બરે એક અહેવાલ પ્રકટ કર્યાે હતો જેમાં ફ્રેન્ચ નૌસેનાના કમાંડરે પાકિસ્તાનની હવાઈ શ્રેષ્ઠતાની પુષ્ટિ કરી હતી.
સાથે જ મેમાં સરહદ પર ભારત-પાક. વચ્ચે ઘર્ષણમાં પાકિસ્તાને ભારતના રાફેલ યુદ્ધ વિમાન તોડી પાડવાનો દાવો કર્યાે હતો.ભારતે પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકી ઠેકાણા અને એરબેઝને નિશાન બનાવ્યા હતા.
ઓપરેશિન સિંદૂર વખતે પાકિસ્તાન મીડિયાના અહેવાલોને ફ્રાન્સ નૌસેનાએ ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા.ફ્રેન્ચ નેવીએ એક્સ પોસ્ટ પર લખ્યું કે, પાકિસ્તાન મીડિયાનો અહેવાલ જૂઠો અને ભ્રામક માહિતી ધરાવે છે. આ અહેવાલમાં ફ્રાન્સ નૌસેનાના અધિકારીને ખોટી રીતે ટાંકવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ તેમનું નામ પણ ખોટું લખ્યું હતું.
પાકિસ્તાનના જીયો ટીવીની વેબસાઈટે ૨૧ નવેમ્બરના રિપોર્ટમાં ફ્રાન્સના અધિકારીનું નામ જેક્સ લૌને હોવાનું જણાવ્યું હતું જેમણે કથિત રીતે પાકિસ્તાનની વાયુ ક્ષમતા શ્રેષ્ઠ હોવાનું કહ્યું હતું. ભારતીય વિમાનોને ચીનના સમર્થનથી તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો અહેવાલમાં કરાયો હતો.
ફ્રાન્સની નૌસેનાએ સ્પષ્ટતા કરી હતી કે, અધિકારીનું સાચું નામ કેપ્ટન યુવાન લૌને છે અને તેમણે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. નેવીએ પુષ્ટિ કરી કે, જ્યયાં રાફેલ મિરન એરક્રાફ્ટ રહેલા છે તે નૌસેના લેન્ડિવિસિઔ ખાતેના એર સ્ટેશનના નેતૃત્વ માટે લૌનેની જવાબદારી મર્યાદિત છે. જ્યારે પાક.ના દાવા મુજબ ભારત સાથે ઘર્ષણ વખતે લૌને વરિષ્ઠ ઓપરેશન ઓથોરિટી ગણાવ્યા હતા.
તેમણે ભારતના રાફેય યુદ્ધ વિમાનને તોડી પડાયા અંગે તથા તેને ચીનની મદદથી જામ કરાયા હોવાની બાબતમાં કોઈ જ ટિપ્પણી કરી નહતી.ભાજપના નેતા અને આઈટી સેલ પ્રમુખ અમિત માલવિયએ ફ્રાન્સની નૌસેનાની પોસ્ટ પર જવાબ આપતા જીઓ ટીવીના અહેવાલને જૂઠા અને બનાવટી દાવા ગણાવ્યા હતા. આ સાથે રિપોર્ટર હામિદ મીર પર નિશાન તાક્યું હતું.SS1MS
