Western Times News

Gujarati News

જી૨૦ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયર અધિકારીને સોંપવા દ. આફ્રિકાનો ઈનકાર

જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી જી૨૦ શિખર પરિષદનું યજમાન અને આગામી અધ્યક્ષ વચ્ચે રાજદ્વારી વિવાદ સાથે સમાપન થયું છે. દક્ષિણ આફ્રિકાએ જી૨૦ની અધ્યક્ષતા અમેરિકાના જૂનિયનર સ્તરના અધિકારીનો સોંપવાનો ઈનકાર કરી દીધો છે. યજમાન દેશે જણાવ્યું કે, જી૨૦ની અધ્યક્ષતાનું ઔપચારિક હસ્તાંતરણ બાદમાં કરાશે.

જી૨૦ સમિટનું સૌપ્રથમ વખત આયોજન દક્ષિણ આફ્રિકાએ કર્યું છે. આફ્રિકન દેશ સાથે રાજદ્વારી વિવાદને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ આ શિખર પરિષદનો બહિષ્કાર કરવા જણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં બે દિવસીય જી૨૦ સમિટના પ્રથમ દિવસે તમામ દેશના વડાઓએ યુએની અવગણના કરીને ઘોષણાપત્રને સર્વાનુમતે પસાર કર્યાે હતો.

જી૨૦ ૨૦૨૬ સમિટનું આયોજન ફ્લોરિડા સ્થિત ટ્રમ્પ નેશનલ ડોરલ માયામી ગોલ્ફ રિસોર્ટ ખાતે થશે. આ રિસોર્ટ ટ્રમ્પની સંસ્થાની માલિકીનું છે.

ટ્રમ્પે દ. આફ્રિકામાં યોજાયેલી જી૨૦- ૨૦૨૫ સમિટનો બહિષ્કાર કર્યા બાદ યુએસએ જૂનિયર અધિકારીને મોકલ્યા હતા. દક્ષિણ આફ્રિકાનું માનવું છે કે અમેરિકાએ આ ઐતિહાસિક સમ્મેલનમાં માત્ર દૂતાવાસના એક જૂનિયર અધિકારીને મોકલીને રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનું અપમાન કર્યું છે. આફ્રિકાના વિદેશ મંત્રી રોનાલ્ડ લામોલાએ જણાવ્યું કે, યુએસ જી૨૦નું સભ્ય છે.

જો પ્રતિનિધિત્વ ઈચ્છે છે તો યોગ્ય સ્તરના અધિકારીને મોકલી શકે છે.આ એક લીડર્સ સમિટ છે જેમાં રાષ્ટ્રના વડાની હાજરી યોગ્ય સ્તરની ગણાય છે. અથવા કોઈ મંત્રીને પણ મોકલી શકાય છે.

લામોલાએ પુષ્ટિ કરતા કહ્યું કે, સમિટની યજમાનીનું ઔપચારિક હસ્તાંતરણ બાદમાં વિદેશ મંત્રાલય ભવનમાં થઈ શકે છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટે આફ્રિકાને કડક શબ્દોમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામાફોસા અમેરિકા અને પ્રમુખ ટ્રમ્પ સામે પોતાનું મોં વધુ ચલાવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.