UNSCમાં સુધારા હવે વિકલ્પ નહીં, પણ જરૂરિયાત બની છેઃ પીએમ મોદી
જોહાનિસબર્ગ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાકીદે સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય સંગઠનમાં સુધારા હવે કોઈ વિકલ્પ રહ્યાં નથી, પરંતુ એક જરૂરિયાત બની છે.
ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકાની ત્રિપુટીએ વૈશ્વિક સંસ્થાઓમાં પરિવર્તન માટે સ્પષ્ટ સંદેશ મોકલવો જોઈએ.જોહાનિસબર્ગમાં ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકાના નેતાઓના શિખર સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે દુનિયા વિભાજિત થયેલી દેખાય છે, ત્યારે આબીએસએ એકતા, સહયોગ અને માનવતાનો સંદેશ આપી શકે છે.
આ સંમેલનમાં દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફોસા અને બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા પણ સામેલ હતાં.આ ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા માટે આબીએસએના એનએસએ સ્તરની બેઠકનું એક કાયમી માળખું બનાવવાની દરખાસ્ત કરતાં મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં આપણે ગાઢ સંકલન સાથે આગળ વધવું જોઈએ. આવા ગંભીર મુદ્દા પર કોઈ બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી.
માનવ-કેન્દ્રિત વિકાસ સુનિશ્ચિત કરવામાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને આબીએસએ ડિજિટલ ઇનોવેશન એલાયન્સ’ સ્થાપવાની પણ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તનો હેતુ ત્રણેય દેશો વચ્ચે યુપીઆઈ જેવા ડિજિટલ પબ્લિક ઇન્ળાસ્ટ્રક્ચર, કોવીન જેવા આરોગ્ય પ્લેટફોર્મ, સાયબર સુરક્ષા ફ્રેમવર્ક અને મહિલાઓની આગેવાની હેઠળની ટેકનોલોજી પહેલમાં સહયોગ વધારવાનો છે.
શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને સૌર ઉર્જા જેવા ક્ષેત્રોમાં ૪૦ દેશોમાં પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે આબીએસએ ફંડના કાર્યની પ્રશંસા કરતા તેમણે દક્ષિણ એશિયાના દેશો વચ્ચે સહયોગને વધુ આગળ વધારવા માટે આબીએસએ ફંડ ફોર ક્લાઇમેટ રેઝિલિઅન્ટ એગ્રીકલ્ચરની દરખાસ્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આબીએસએ માત્ર ત્રણ દેશોનું સંગઠન નથી, પરંતુ ત્રણ ખંડો, ત્રણ મુખ્ય લોકશાહી રાષ્ટ્રો અને ત્રણ મુખ્ય અર્થતંત્રોને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.
નેતાઓને આગામી વર્ષે ભારતમાં યોજાનારી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં આમંત્રણ આપતાં મોદીએ જણાવ્યું હતું કે સલામત, વિશ્વસનીય અને માનવકેન્દ્રિત એઆઈ ધોરણોના વિકાસમાં આ દેશો મહત્ત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. આઈબીએસએ દેશો એકબીજાના વિકાસને પૂરક બની શકે છે તથા પર્યાવરણના રક્ષણ સાથેના વિકાસ માટે એક ઉદાહરણ બની શકે છે.
મોદીએ મિલેટ, કુદરતી ખેતી, આપત્તિ વ્યવસ્થાપન, ગ્રીન એનર્જી, પરંપરાગત દવાઓ અને આરોગ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગની તકોનો પણ ઉલ્લેખ કર્યાે હતો.સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે આબીએસએ ગ્લોબલ સાઉથના અવાજ અને આકાંક્ષાઓને મજબૂત કરવા માટેની આપણી સ્થાયી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આબીએસએ કોઈ સામાન્ય સંગઠન નથી. તે એક બંધન છે, જે તેની સાથે વિવિધતા, સહિયારા મૂલ્યો અને સહિયારા આકાંક્ષાઓને દર્શાવે છે. ત્રણેય આબીએસએ રાષ્ટ્રોએ છેલ્લા ત્રણ વર્ષમાં જી૨૦ પ્રમુખપદ સંભાળ્યું છે અને માનવકેન્દ્રિત એજન્ડાને આગળ વધારવા માટે આ તકનો ઉપયોગ કર્યાે છે.SS1MS
