એસઆઈઆરની કમાલઃ ૩૭ વર્ષથી લાપતા પુત્ર મળી આવતા પરિવારમાં આનંદ પ્રસર્યાે
નવી દિલ્હી, પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન(સર)ની પ્રક્રિયા દરમિયાન એક સુખદ ઘટના બની છે. અહીં લગભગ ચાર દાયકાથી લાપતા પુત્ર ‘સરની કમાલ’ને લીધે પરિવારને મળી ગયો છે, જેના કારણે આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
મીડિયા અહેવાલ મુજબ, ચક્રવર્તી પરિવારે ૧૯૮૮માં પોતાના મોટા પુત્ર વિવેક ચક્રવર્તીને ખોઈ દીધો હતો. ઘરથી નીકળ્યા પછી વિવેકની કોઈ ભાળ મળી ન હતી. વર્ષાે સુધી શોધખોળ કરાઈ પરંતુ કોઈ સુરાગ મળ્યો નહીં. એટલે પરિવારે પણ શોધખોળ બંધ કરી દીધી હતી. પરંતુ વિવેકના નાના ભાઈ પ્રદીપ ચક્રવર્તી બૂથ લેવર ઓફિસર(બીએલઓ) તરીકે સર પ્રક્રિયામાં જોડાયેલા છે.
મતદાર યાદી શુદ્ધિકરણના દરેક ફોર્મ પર પ્રદીપનો નામ-મોબાઇલ નંબર છપાયેલો હતો. વિવેકનો પુત્ર કોલકાતામાં રહે છે અને તે પોતાના કાકા(પ્રદીપ) અંગે કશુંય જાણતો ન હતો. તેણે ડોક્યુમેન્ટ માટે મદદ માંગવા બીએલઓ પ્રદીપ ચક્રવર્તીને ફોન કર્યાે.
પહેલા ડોક્યુમેન્ટને લઈને વાતચીત થઈ, પછી ધીમે-ધીમે પરિવારની કડીઓ જોડાતી ગઈ. પ્રદીપે કહ્યું કે, જ્યારે મેં એ છોકરાની સાથે મતદાર યાદીના ડોક્યુમેન્ટના સંદર્ભમાં વાતચીત કરીને પૂછપરછ કરી, ત્યારે પરિવારની વિગતો મળતી ગઈ, ત્યારે મને થયું કે હું મારા ભત્રીજાની સાથે વાત કરી રહ્યો છું.
ત્યાર પછી મતદાર યાદીના સંદર્ભમાં પ્રદીપે વિવેકની સાથે પણ વાત કરી. આ સંદર્ભમાં ભાવુક થઈને વિવેકે કહ્યું કે, આ લાગણી વર્ણવા માટે મારી પાસે શબ્દો નથી. મેં ઘરના તમામ લોકો સાથે વાત કરી અને હવે ૩૭ વર્ષના લાંબા અંતરાલ પછી ઘરે પરત ફરી રહ્યો છું.
હું ચૂંટણી પંચનો આભાર માનું છું, જો સર પ્રક્રિયા ન થઈ હોત તો આ મિલન ક્યારેય શક્ય બન્યું ન હોત.આમ, ૩૭ વર્ષથી લાપતા ચક્રવર્તી પરિવારને પોતાનો મોટો પુત્ર વિવેક મળી ગયો, જેના કારણે પરિવારમાં આનંદ પ્રસરી ગયો છે.SS1MS
