માઇલસ્ટોન ગિયર્સે રૂ. 1100 કરોડના IPO માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું
મુંબઈ, ટ્રેક્ટર્સ, કન્સ્ટ્રક્શન ઉપકરણ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી), લોકોમોટિવ, વિન્ડમીલ અને અન્ય હેવી ઇન્ડસ્ટ્રીઝ જેવાં બહુવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા હાઇ-પ્રિસિઝન, કોમ્પલેક્સ એન્જિનિયર્ડ ટ્રાન્સમીશન કોમ્પોનન્ટના ઉત્પાદક માઇલસ્ટોન ગિયર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
કંપની રૂ. 1100 કરોડના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા પ્રતિ શેર રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર્સ ઓફર કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 800 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 300 કરોડ સુધીના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
કંપની આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ એ) કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધાર અને તેના ઉપરના ઉપાર્જિત વ્યાજની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી; બી) હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના તહેસીલ બદ્દીના મોહલ બાટેડ ખાતે નવી ઉત્પાદન સુવિધા સ્થાપવા (“પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ”) સંબંધમાં મૂડી ખર્ચની જરૂરિયાતોને ધિરાણ આપવા; અને સી) કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
માઇલસ્ટોન ગિયર્સ ટ્રેક્ટર્સ, કન્સ્ટ્રક્શન ઉપકરણ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી), લોકોમોટિવ, વિન્ડમીલ અને અન્ય હેવી ઇન્ડસ્ટ્રીઝ જેવાં બહુવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા હાઇ-પ્રિસિઝન, કોમ્પલેક્સ એન્જિનિયર્ડ ટ્રાન્સમીશન કોમ્પોનન્ટના ઉત્પાદક છે. કંપની તેની સંલગ્ન કંપનીઓ સહિત ભારતીય અને વૈશ્વિક ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઇએમ) ગ્રાહકોને તેની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે. 1 એપ્રિલ, 2022થી 30 જૂન, 2025 દરમિયન કંપનીએ ભારતમાં ટ્રેક્ટર સેક્ટરમાં ટોચની 9 ઓઇએમ સહિત 50થી વધુ ગ્રાહકોને સપ્લાય કર્યું છે (સ્રોતઃ 1લેટ્ટિસ રિપોર્ટ) અને તેણે મોટાભાગની કંપનીઓ સાથે તેના લાંબાગાળાના સંબંધો સ્થાપિત કર્યું છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) ઉપર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
