Western Times News

Gujarati News

એઆઈનો ઉપયોગ આસિસ્ટન્ટ તરીકે કરો, બોસ તરીકે નહીં: સોનુ નિગમ

મુંબઈ, જાણીતો ગાયક કાશ્મીરમાં કોન્સર્ટ કરવા માટે છેલ્લા થોડા વખતથી ચર્ચામાં હતો, જ્યાં તેણે દાલ લેકમાં શેર-ઈ-કશ્મીર ઇન્ટરનેશનલ કોન્વોકેશન કોમ્પલેક્સમાં પર્ફાેર્મ કર્યું હતું. આ કોન્સર્ટમાં તેણે મહોમ્મદ રફીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ કોન્સર્ટમાં તેણે એક મસ્જિદની આઝાન માટે પોતાનો કોન્સર્ટ અટકાવી દીધો હતો, તેનો વીડિયો વાયરલ થયો હતો.

કારણ કે ૨૦૧૭માં તેણે દબાણપૂર્વક થોપવામાં આવતી ધાર્મિકતા અને લાઉડ સ્પીકરમાં આઝાન અંગે નિવેદન કરીને વિવાદ છેડ્યો હતો. ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સોનુ નિગમે ટેન્કોલોજી અને તેના મહત્વ વિશે વાત કરી હતી. સોનુ નિગમે કહ્યું, “એઆઈ સાથે આસિસ્ટન્ટ જેવું કામ લો, એને બોસની જેમ માન ન આપો. તમારી સર્જનાત્મકતાને મદદ કરવા માટે તેનો એક સાધન તરીકે ઉપયોગ કરો.

પરંતુ એ ક્યારેય માણસના આત્માને, જે સંગીતને તેની ખરી સોડમ આપે છે, તેનું સ્થાન ક્યારેય નહીં લઈ શકે.”જ્યારે અલગોરીધમ સાથે ચાલતા કન્ટેન્ટ અંગે સોનુ નિગમે જણાવ્યું, “હાલ, મને એવું લાગે છે કે ભલે તમારી ફીડમાં આવતું સંગીત અલગોરીધમ આધારીત હોય, પરંતુ મને ખરેખર એ સાંભળવું ગમે છે, તેથી હાલ તો મને એમાં કોઈ તકલીફ લાગતી નથી.

આપણે બસ રાહ જોવી પડશે અને જોવું પડશે કે એ કઇ રીતે આગળ વધે છે.”આગળ સોનુ નિગમે કહ્યું કે પહેલાના સમયે લોકો ખાસ પ્રયત્ન કરતા અને સંગીત ખરીદવા માટે બહાર જતાં હતાં, જે એક ઊંડો વ્યક્તિગત અનુભવ હતો.

હવે સમય બદલાતા કેસેટ અને આલ્બમનું સ્થાન સ્પોટીફાય અને અન્ય ઓડિયો પ્લેટફર્મે લીધું છે, તેના કારણે ખરો, પોતાની ઇચ્છા મુજબનું સંગીત સાંભળવાનો અનુભવ બિલકુલ યાદ આવે છે. આવનારા સમયમાં સોનુ નિગમ પોતાની સતરંગી કોન્સર્ટની ટુર શરુ કરે છે, જેમાંથી એક કોન્સર્ટ અમદાવાદમાં પણ યોજાવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.