‘દૃશ્યમ ૩’ પહેલી બે ફિલ્મ જેવી નહીં હોય: જીતુ જોસેફ
મુંબઈ, મલયાલમ ફિલ્મ મેકર જીતુ જોસેફે મોહનલાલની ત્રણેય ‘દશ્યમ’ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ડિરેક્ટ કરી છે. હવે તેઓ ‘દૃશ્યમ ૩’ પર કામ કરી રહ્યા છે અને તેમનો દાવો છે કે, નવી ફિલ્મ તેનો એક નવો જ રસ્તો બનાવશે. મોહનલાલ, મીના, અંસિબા હસન અને એસ્થર અનિલની ફિલ્મ વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે.
કારણ કે ફૅન્સ જ્યોર્જકુટ્ટીના જીવનના આગળના પ્રકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.પહેલી ‘દૃશ્યમ’ ૨૦૧૩માં આવી અને સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગઈ હતી પછી તે ફિલ્મ હિન્દી, તેલુગુ, કન્નડા, સિંહાલા અને મેનેડ્રેનમાં પણ બની હતી. ૨૦૨૧માં તેની સિક્વલ આવી, તેને પણ પહેલી ફિલ્મ જેટલી જ સફળતા મફ્રી. તેની પણ હિન્દી, તેલુગુ અને કન્નડામાં રીમેક પણ બની.
હવે જીતુ જોસેફ ‘દૃશ્યમ ૩’ બનાવી રહ્યા છે, જેમાં તેઓ બોક્સ ઓફિસની અપેક્ષાઓ મુજબ કામ કરવાને બદલે બીજા ભાગની વાર્તાને સહજ આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ‘દૃષ્યમ ૩’ વિશે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જીતુ જોસેફે કહ્યું, “મેં અત્યાર સુધીમાં એક જ ફ્રેન્ચાઇઝી માટે કામ કર્યું છે અને એ છે દૃશ્યમ. જોકે, એમાં મેં સહજ અભિગમ જ રાખ્ય છે.
ફિલ્મના બીજા ભાગ માટે એવું જ કર્યું છે અને ત્રીજા ભાગમાં પણ એવું જ કરીશ.”આગળ જીતુ જોસેફે કહ્યું, “અમે જ્યારે ત્રીજી ફિલ્મની જાહેરાત કરી ત્યારે ઘણા લોકોએ એવું કહેલું કે બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હતી તેથી ત્રીજી ફિલ્મ એનાથી પણ સારી હોવી જોઈએ. આ પ્રકારના નિવેદન ટાળવા માટે પણ હું તેનાથી સારી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું.
પરંતુ આ વખતે મારું ધ્યાન માત્ર જ્યોર્જકુટ્ટી અને તેના પરિવાર પર જ છે અને પાર્ટ ૨ના સાત વર્ષ પછી જ્યોર્જકુટ્ટીના જીવનમાં શું થયું તેના પર આ ફિલ્મ છે.”જીતુએ એવું પણ કહ્યું કે સમય સાથે પાત્રોમાં ફેરફાર થયો છે, તેમાં જ્યોર્જકુટ્ટી પરિવારની લાક્ષણિકતાઓ તો એમની એમ જ રહેશે, આ વાત દરેક પાત્રને લાગુ પડે છે, પછી તે રાની હોય, તેનાં બાળકો અંજુ અને અનુ હોય. ખાસ તો બાળકોના પાત્રો આગળ વધતાં રહે છે, કારણ કે અનુ પહેલાં એક નાની બાળક હતી અને હવે તે મોટી થઈ ગઈ છે.
જીતુ જોસેફે કહ્યું, જ્યોર્જકુટ્ટી અને તેના પરિવાર આસપાસની દુનિયા આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું, “આસપાસની દુનિયા અને લોકો બદલાઈ ચુક્યા છે. પહેલા ભાગમાં, તેની આસપાસના લોકોને લાગતું હતું કે જ્યોર્જકુટ્ટી નિર્દાેષ છે. બીજા ભાગમાં ઘણા લોકોને લાગતું હતું, “ના, હકીકત કંઈક બીજી હોવી જોઈએ.” પણ હવે એમના વિચાર બદલાયા છે.
મેં ત્રીજા ભાગમાં પણ સહજ જ વાર્તા આગળ વધારવાની કોશિશ કરી છે. બીજા ભાગમાં પણ લખતી વખતે એ હિટ થશે એવી આશા નહોતી. ત્રીજો ભાગ પણ એ જ રીતે લખાઈ રહ્યો છે અને એમાં પણ હવે બીજી ફિલ્મ જેવું પરિણામ આવે એવી આશા છે.”SS1MS
