ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવો ૩૦ ટકા વધ્યા
ઊંચા વળતરની લાલચ આપીને 9,240 લોકોને ₹397 કરોડથી છેતરાયા -27,816 લોકોએ OTP અને કાર્ડ ફ્રોડથી ₹137 કરોડ ગુમાવ્યા.
અમદાવાદ, ગુજરાતમાં સાયબર ક્રાઈમ ચિતાજનક રીતે વધી રહ્યો છે. સાયબર ક્રાઈમ અટકાવવા સીઆઈડી (ક્રાઈમ) અને ગુજરાત પોલીસ સતત સક્રિય છે. સરકાર પણ જનજાગૃતિ અભિયાનો ચલાવી રહી છે તેમ છતાં સાયબર ક્રાઈમ પર નિયંત્રણ લાવી શકાયું નથી.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિતાજનક ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૫ના સપ્ટેમ્બર મહિના સુધીમાં જ સાયબર અપરાધીઓએ લોકોના રૂપિયા ૧,૦૧૧ કરોડ ચાઉં કરી લીધા છે. મળતી વિગત મુજબ, સૌથી વધુ ઠગાઈ રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપીને કરવામાં આવી છે. માત્ર રોકાણના બહાને જ ૯,૨૪૦ લોકો સાથે છેતરપિડી આચરીને કુલ રૂ.૩૯૭ કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો છે.
🔑 મુખ્ય મુદ્દા
- ૫ વર્ષમાં વધારો: સાયબર ક્રાઈમમાં ૩૦% નો વધારો નોંધાયો છે.
- મોટું નુકસાન: સપ્ટેમ્બર 2025 સુધીમાં જ લોકોના ₹1,011 કરોડ ગુમાવાયા.
- રોકાણ ઠગાઈ: ઊંચા વળતરની લાલચ આપીને 9,240 લોકોને ₹397 કરોડથી છેતરાયા.
- ખોટી ઓળખ/ફ્રોડ: 27,816 લોકોને OTP અને કાર્ડ ફ્રોડથી ₹137 કરોડ ગુમાવ્યા.
- ફરિયાદોમાં વધારો:
- 2020 → દરરોજ સરેરાશ 155 ફરિયાદો
- 2025 → દરરોજ સરેરાશ 521 ફરિયાદો
- કુલ 5 વર્ષમાં: 4.81 લાખ ફરિયાદો, કુલ નુકસાન ₹3,387 કરોડ.
- સરેરાશ નુકસાન: 2020માં ₹70,313 → 2025માં ₹71,204 (મોટો વધારો નથી).
- નવા ટાર્ગેટ્સ: પેન્શનર્સ અને એકલવાયા સિનિયર સિટીઝન્સને ખાસ નિશાન બનાવવામાં આવે છે.
🕵️♂️ ગઠિયાઓની નવી રીતો
- પોલીસ/CBIના નામે ખોટો ભય બતાવી “હાઉસ એરેસ્ટ” કરવાના બહાને છેતરપિંડી.
- શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને જીવનભરની મૂડી લૂંટી લેવી.
આ ઉપરાંત ખોટી ઓળખ આપીને, ઓટીપી (ઓટીપી) અને કાર્ડ ફ્રોડના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખોટી ઓળખ આપીને ગઠિયાઓએ ૨૭,૮૧૬ લોકો પાસેથી રૂપિયા ૧૩૭ કરોડ ખંખેરી લીધા છે. વર્ષ ૨૦૨૦માં રોજના સરેરાશ ૧૫૫ ઓનલાઈન ગુના-ફરિયાદ નોંધાતી હતી.
જ્યારે વર્ષ ૨૦૨૫માં દરરોજની સરેરાશ ૫૨૧ ફરિયાદો આવી રહી છે. .છેલ્લા ૫ વર્ષમાં કુલ ૪.૮૧ લાખ ફરિયાદો નોંધાઈ છે, જેમાં નાગરિકોએ કુલ રૂ.૩,૩૮૭ કરોડ ગુમાવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે પ્રતિ ફરિયાદ સરેરાશ નુકસાનની રકમમાં બહુ મોટો વધારો થયો નથી. ૨૦૨૦માં રૂ.૭૦,૩૧૩ સામે ૨૦૨૫માં રૂ.૭૧,૨૦૪ ગુમાવવાનો વારો આવ્યો છે.
સાયબર નિષ્ણાતોના મતે, ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી બદલાઈ છે. હવે તેઓ ખાસ કરીને પેન્શનર્સ અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. ખોટો ભય બતાવી, પોલીસ કે સીબીઆઈના નામે ધમકાવી ‘હાઉસ એરેસ્ટ’ કરવાના બહાને અથવા શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના જીવનભરની મૂડી લૂંટી લેવામાં આવે છે
