નરગિસ ફખરીને ૪૬મા જન્મદિને પતિએ ૧૦ કરોડની કાર ગિફટ કરી
મુંબઈ, એકટ્રેસ નરગિસ ફખરીને તેના જન્મદિવસે પતિ ટોની બેગ દ્વારા ૧૦.૩ કરોડની રોલ્સ રોયસ ક્યુલિનન કારની ગિફ્ટ કરવામાં આવી છે. નરગિસે બ્લૂ રંગની આ શાનદાર કાર સાથે ખાસ ફોટો શૂટ કરાવ્યું હતું અને તેના ફોટા પોસ્ટ કરી ચાહકો સાથે આ ગિફ્ટની વાત શેર કરી હતી. નરગિસ ફખરીનો જન્મદિવસ ગત ઓક્ટોબર માસમાં હતો.
તેના એક મહિના પછી નરગિસે ચાહકોને આ ગિફ્ટ વિશે જાણ કરી છે. નરગિસ અને ટોની બેગ બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં. તેમણે ગત ફેબુÙઆરી ૨૦૨૫માં જ એક નાનકડા સમારંભમા ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં.
અમેરિકામાં કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્સ ખાતે યોજાયેલાં તેમનાં લગ્નમાં બહુ અંગત મિત્રો અને સ્વજનો જ હાજર રહ્યા હતા. આમ લગ્ન પછી આવેલા પહેલા જ જન્મદિવસે નરગિસને આ શાનદાર ગિફ્ટ મળી છે.SS1MS
