ભારતના તેજસ પાઈલટના સન્માનમાં US એરફોર્સના પાઈલટે દુબઈમાં શો કેન્સલ કર્યો
(એજન્સી)દુબઈ, દુબઈમાં એર શા દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયા પછી પણ શા ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાઈલટે આયોજકોને ખખડાવ્યાં છે. દુબઈ એર શા ભાગ લઈ રહેલા પાઈલટે કહ્યું કે, મારા માટે વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતું કે, ક્રેશ થયાના થોડી જ વારમાં ત્યાં બધું નોર્મલ હતું.
કોમેન્ટેટરનાં શબ્દોમાં પહેલા જેવો જ જોશ હતો અને લોકો એ જ ઉત્સાહથી તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ ત્યાં એક દુર્ઘટના ઘટી હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટના પછી શો ચાલુ રાખવાનો નિર્ણય ચોંકાવનારો હતો.
United States Air Force (USAF) pilot Major Taylor ‘Fema’ Hiester on Saturday expressed shock over the Dubai Air Show 2025 organisers’ decision to continue with the event even after the tragic Tejas aircraft crash which killed an Indian Air Force (IAF) pilot last week.
અમેરિકન એરફોર્સના આ પાઈલટનું નામ મેજર ટેલર ફેમા હિએસ્ટર છે. હ્લ-૧૬માં હવામાં કરતબ બતાવનાર અમેરિકન એરફોર્સના ટીમ કમાન્ડરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ટીમે પાઈલટ નમાંશ, તેમના સાથીઓ અને તેના પરિવારના સન્માનમાં કેટલાક લોકો સાથે એર શોમાં પોતાનું અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.
ઘટના સ્થળનું વર્ણન કરતાં તેમણે લખ્યું કે, જ્યારે તેમણે આગ બુઝાવી દીધી અને મને એર શાના આયોજકે જણાવ્યું કે, ફ્લાઈંગ ડિસ્પ્લે ચાલુ રહેશે, ત્યારે મેં નક્કી કર્યું કે, અમે શા કેન્સલ કરી દઈશું. હું ૧-૨ કલાક પછી શા સાઈટ એવું વિચારીને કે, ત્યાં બધુ ખાલી થઈ ગયુ હશે અને લોકો જતા રહ્યા હશે, પરંતુ એવું નહોતું.
તેમણે આગળ કહ્યું કે, એનાઉન્સર હજુ પણ ઉત્સાહથી ભરેલો હતો, ભીડે આગામી ઘણા શો રુટીન ઉત્સાહથી જોયા અને જ્યારે શો સમાપ્ત થયો ત્યારે ફરી એનાઉન્સ કરવામાં આવ્યું કે, અમારા બધા પ્રાયોજકો, કલાકારોને અભિનંદન અને હવે આપણે ૨૦૨૭માં મળીશું.
