પાકિસ્તાનમાં અર્ધલશ્કરી દળના મુખ્યાલય પર બે આત્મઘાતી વિસ્ફોટ
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પેશાવરમાં પેરામિલિટરી ફ્રન્ટીયર કોપ્સનું મુખ્ય મથક અર્ધલશ્કરી દળોનું મુખ્ય મથક છે. સોમવારે સવારે પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના આ મુખ્ય મથક પર હુમલો થયો હતો.
ફ્રન્ટીયર કોર્પ્સના મુખ્ય મથક પર બે વિસ્ફોટો સંભળાયા હતા. એટલું જ નહીં બંદૂકધારીઓએ ભીષણ ગોળીબાર પણ કર્યાે હતો.સોમવારે પાકિસ્તાનના પેશાવરમાં એફસી મુખ્યાલય પર થયેલા આત્મઘાતી હુમલામાં હુમલાખોર સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા.
મૃતકોમાં આત્મઘાતી બોમ્બર અને અન્ય એક આતંકવાદી હોવાનું માનવામાં આવે છે. આ હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા હતા. એક વિસ્ફોટ મુખ્ય દરવાજા પાસે થયો હતો, અને બીજો વિસ્ફોટ બીજા છેડે થયો હતો.અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે બે આત્મઘાતી વિસ્ફોટ થયા છે. એક મુખ્ય દરવાજા પર થયો હતો અને બીજો મુખ્ય મથક સંકુલમાં મોટરસાયકલ સ્ટેન્ડ પાસે. મોટરસાયકલ સ્ટેન્ડ અર્ધલશ્કરી મુખ્યાલય સંકુલમાં સ્થિત છે.
હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે મુખ્ય દરવાજા પાસે વિસ્ફોટ બાદ આગ અને ધૂમાડો દેખાય છે. ત્યારબાદ એક માણસ મુખ્ય દરવાજામાંથી પ્રવેશતો જોવા મળે છે.SS1MS
