કાશ્મીરમાં તાપમાનનો પારો માઈનસમાં, ઉ. ભારત ઠૂંઠવાયું
નવી દિલ્હી, ઉત્તર ભારતમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પર્વતીય વિસ્તારોથી લઈને મેદાનના વિસ્તારો સુધી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કાશ્મીર ખીણમાં કેટલાય સ્થળોના તાપમાનનો પારો શૂન્યથી નીચે એટલે કે માઈનસમાં જઈ રહ્યો છે.
આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીની ઉપર સર્જાઈ રહેલી લો-પ્રેશર સિસ્ટમ ઝડપી થવાના લીધે તમિલનાડુના દક્ષિણના અને ડેલ્ટા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે સોમવારે તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ અને પુડ્ડુચેરી માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીંના સંબંધિત જિલ્લાઓમાં ખૂબ ભાર વરસાદ, આંધી-તોફાન ને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન, પુડ્ડુચેરી અને કરાઇકલ વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પણ થયો છે.શ્રીનગરમાં રવિવારે રાત્રે તાપમાન માઇનસ ૨.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું, જે સરેરાશ તાપમાનથી ખૂબ ઓછું છે.
ખીણના અન્ય ક્ષેત્રો – જેવા કે કાજીગુંડ અને પહલગામમાં પણ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે, જ્યારે ગુલમર્ગમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીને આસપાસ રહ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે ૩૦મી નવેમ્બર સુધી આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે.
પરંતુ આ દરમિયાન લઘુમત તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે ઊંચાણવાળા વિસ્તારોમાં સવારે અને રાત્રે કડકતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં સતત ઠંડી વધી રહી છે. પંજાબ-હરિયાણામાં તાપમાનમા ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત, હવમાન વિભાગે ૨૭-૨૮ નવેમ્બરે નવા પશ્ચિમી દબાણનું એલર્ટ જાહેર કર્યું છે.SS1MS
