રોનિત રોયે અચોક્કસ મુદ્દત માટે સોશિયલ મીડિયા છોડયું
મુંબઈ, એક્ટર રોનિત રોયે સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું છે કે પોતે જિંદગીમાં કેટલાંક પરિવર્તનો કરી રહ્યો છે અને તેના ભાગ રુપે તે સોશિયલ મીડિયા છોડી રહ્યો છે. તેણે માનસિક અને આધ્યાત્મિક સ્તરે ઉન્નતિ બાદ પોતે ફરી આ પ્લેટફોર્મ પર પાછો ફરશે તેવી ચાહકોને ખાતરી પણ આપી છે.
રોનિત રોયના ઈન્સ્ટાગ્રામ પર દસ લાખ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર અતિશય સક્રિય રહેતો હતો અને નિયમિત અપડેટ્સ શેર કરતો હતો. રોનિત બહુ ઓછી સેલિબ્રિટીઓમાંનો એક હતો જે સોશિયલ મીડિયા પર ચાહકોને મેસેજના જવાબ પણ આપતો હતો.
જોકે, રોનિતે સોશિયલ મીડિયા છોડવા માટે કોઈ એક નક્કર કારણ જણાવ્યું નથી. પરંતુ, તેણે એક લાંબી ભાવનાત્મક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે. તેણે આ પોસ્ટમાં કોમેન્ટસ પણ બંધ કરી દીધી છે.SS1MS
