મોટી માલવણમાં સોલાર કંપનીએ કચરો નાંખતા રણમાં જવાનો રસ્તો બંધ
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ પાસે આવેલી સોલાર કંપની દ્વારા વારંવાર વિવાદોમાં આવી રહી છે જયારે આ સોલર કંપની દ્વારા રોડ ઉપર મોટા પ્રમાણમાં કચરો ઠાલવી અને પર્યાવરણને નુકસાન કરી અને રણમાં જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આ અંગે તંત્ર તાત્કાલિક પગલાં લઈ અને કાર્ય કરવાની લોકમાગણી ઉઠી છે.
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે રણ કાંઠા વિસ્તારમાં એક સોલાર કંપની દ્વારા પોતાનો પ્લાન ઉભો કરવામાં આવે છે. આ કંપની વારંવાર વિવાદોમાં આવી રહી છે ત્યારે આ કંપની દ્વારા પ્લાન શરૂ કરવામાં આવ્યા બાદ પ્લાનમાં રહેલો પ્લાસ્ટિક સહિતનો કચરો પ્લાનની બહાર રોડ ઉપર ઠાલવી અને રણમાં જવાનો રસ્તો પણ બંધ કરી દેવામા આવ્યો છે.
સોલાર કંપની દ્વારા જાહેરમાં કચરો નાખી રસ્તા બંધ કરી દેતા રણ વિસ્તારમાં જવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છત્રસિંહ ગુજરીયા અને યુવા આગેવાન અશ્વિનભાઈ પટેલ દ્વારા પણ અનેકવાર સ્વાગત કાર્યક્રમમાં અને મુખ્યમંત્રી, વનમંત્રી અને ફોરેસ્ટ વિભાગ, જિલ્લા કલેકટર અને વિસ્તારના આગેવાનો રજુઆત કરવામાં આવી છે.
આ વિસ્તારના લોકોની લોક માગણી ઉઠી છે કે સોલાર કંપની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો વિસ્તારના લોકો જન આંદોલનનો માર્ગ અપનાવશે.
