૧.૫ કરોડની નકલી નોટો -૩ કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કીટ મળ્યા વડોદરાના કુખ્યાત ઈદ્રીશ પાસેથી
વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં આવેલી ચાંદ પાર્ક હાઇટ્સ સોસાયટીમાં પોલીસના દરોડા
વડોદરા, વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચલણી નોટો (ચિલ્ડ્રન બેંક)ના મોટા જથ્થાની ગુપ્ત માહિતી મળતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, ર્જીંય્ અને જે.પી. રોડ પોલીસ સ્ટેશને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને તાંદલજા વિસ્તારમાં આવેલી ચાંદ પાર્ક હાઇટ્સ સોસાયટીમાં સવારે પોલીસે મોટો દરોડા પાડ્યા હતા. જે દરમિયાન રૂ. ૧.૫ કરોડની ચિલ્ડ્રન બેંકની નકલી નોટો અને ૩ કિલો ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ ઝડપ્યા છે, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિગતવાર વાત કરીએ તો, વડોદરા પોલીસને મળેલી ગુપ્ત માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચ, ર્જીંય્ અને જે.પી. રોડ પોલીસ સ્ટેશને સંયુક્ત ઓપરેશન હાથ ધરી હતી અને શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી ચાંદ પાર્ક હાઇટ્સ સોસાયટીમાં રહેતા કુખ્યાત ઈલિયાસ અજમેરીના સગા ભાઈ ઈદ્રીશ અજમેરીના ફ્લેટમાં દરોડા પાડ્યા હતા.
પોલીસને ત્યાંથી આશરે રૂ. ૧.૫ કરોડની ચિલ્ડ્રન બેંકની નકલી નોટો તેમજ ૩ કિલો વજનના ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ મળી આવ્યું છે.
પોલીસ અગાઉથી જ તૈયારી કરીને અહીં પહોંચી હતી અને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, ત્યારે ઈદ્રીશ અજમેરીના ફ્લેટમાંથી રૂ. ૧.૫ કરોડની ચિલ્ડ્રન બેંકની નકલી નોટો તેમજ ૩ કિલો વજનના ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ સહિત અહીંથી ઇલેક્ટ્રોનિક ત્રાજવું, નોટ ગણતરીના મશીનો સહિતનો સામાન મળી આવ્યો હતો, જે બાદ પોલીસે હ્લજીન્ની ટીમ તેમજ બેંકના અધિકારીઓને ઉંડાપપુર્વક તપાસ હાથ ધરી હતી.
હાલ આ મામલે ઈદ્રીશ અજમેરી સહિતના આરોપીઓની ધરપકડની ધરપકડ કરાઈ છે કે પછી તે ફરાર છે તે અંગેની કોઈ માહિતી સતાવાર રીતે સામે આવી નથી, જેથી વધુ તપાસ ચાલુ છે.
આ નકલી નોટો ક્્યાંથી આવી, કોના માટે હતી અને તેનું નેટવર્ક કેટલું મોટું છે તે જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર વડોદરામાં ભેજાબાજો અને નકલી ચલણના ગોરખધંધા સક્રિય હોવાનું ચિત્ર ઉભું કર્યું છે. પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો છે અને આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્્યતા છે.
