ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને અંજલિ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
બંધારણ દિવસ: ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને બંધારણ દિવસ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન માં સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપીને બાબાસાહેબ આંબેડકરની ભાવ વંદના કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે, ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. .
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા થી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે . આ દિવસે બંધારણના આમુખ પઠન પણ કરવામાં આવે છે.
