Western Times News

Gujarati News

ચાર્જની ચિંતામાંથી મુક્તિ: હાઇવે કોરિડોર પર Charge_IN સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે

મહિન્દ્રા Charge_INએ 180 kW અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ નેટવર્કનું ઉદઘાટન કર્યું, વર્ષ 2027ના અંત સુધીમાં 1000 ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવાની કટીબદ્ધતા

 ભારતમાં ઇવી માળખાની રચના: Charge_IN નેટવર્ક કે જેમાં ફક્ત 180 kW ચાર્જરનો સમાવેશ થાય છે. વર્ષ 2027ના અંત સુધીમાં 1000 ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની યોજના

  • સીમલેસ એક્સેસ: Charge_IN સ્ટેશનો મહિન્દ્રા એપ્લિકેશન દ્વારા Charge_IN દ્વારા, અન્ય અગ્રણી એગ્રીગેટર પ્લેટફોર્મ અને Me4U એપ્લિકેશન (મહિન્દ્રા EV માલિકો માટે) દ્વારા તમામ બ્રાન્ડના EV માલિકો માટે સુલભ હશે

 મુંબઇ25 નવેમ્બર2025: મહિન્દ્રા વર્ષ 2027ના અંત સુધીમાં 1,000થી વધુ ચાર્જિંગ પોઇન્ટ્સ સાથે 250 180 kW ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. તે Charge_IN અલ્ટ્રાફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક દ્વારા UNLIMIT ઇલેક્ટ્રિક મોબિલિટીના કંપનીના વિઝનનો એક હિસ્સો છે, જે ભારતમાં ઇવીની સ્વિકૃતિને વેગ આપવા જાહેર ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની સરકારની પ્રાથમિકતાને અનુરૂપ છે.

કંપનીએ બેંગ્લોર-ચેન્નઇ હાઇવે, નેશનલ હાઇવે 75 ઉપર હોસ્કોટમાં તેમજ દિલ્હીથી આશરે 50 કિમી દૂર નેશનલ હાઇવે 44 ઉપર મુર્થલમાં સૌપ્રથમ બે Charge_INની શરૂઆત કરી છે. આ ભારતમાં હાઇ-સ્પીડ ઇવી ચાર્જિંગના માળખાની દિશામાં મહિન્દ્રાની મહત્વપૂર્ણ પહેલ છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નલિનીકાંત ગોલાગુંટાએ કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક મોબિલિટી સ્વચ્છ, ટકાઉ પરિવહનને આગળ વધારવા વિશે છે. XEV 9e અને BE 6 તેની પ્રભાવી 500 કિમીની રિયલ-વર્લ્ડ રેન્જ સાથે રેન્જ સંબંધિત ચિંતા દૂર કરે છે તેમજ સુનિશ્ચિત કરે છે કે ડ્રાઇવર લાંબી મુસાફરી માટે આત્મવિશ્વાસ મેળવે.

આ દરમિયાન Charge_IN દ્વારા અમારું અલ્ટ્રાફાસ્ટ ચાર્જિંગ નેટવર્ક તમામ ઇવી યુઝર્સ માટે વિશાળ અને સુવિધાજનક નેટવર્ક વિકસિત કરીને ચાર્જ કરવા સંબંધિત ચિંતા ઘટાડવામાં મદદ કરશે. અમારો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે લાંબા અંતરની મુસાફરીને પરંપરાગત ડ્રાઇવિંગની જેમ સરળ અને વિશ્વસનીય બનાવવાનો છેજેનાથી ગ્રાહકનો વિશ્વાસ વધે છે અને ભારતના ઇલેક્ટ્રિક મોબિલિટી તરફના ટ્રાન્ઝિશનને વેગ મળે છે.

મહિન્દ્રાના વિશિષ્ટ Charge_IN નેટવર્કમાં 180 kW ડ્યુઅલ ગન ચાર્જર્સ હશે, જે ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ માટે ઝડપી, વધુ સુવિધાજનક અને વિશ્વસનીય ચાર્જિંગ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાયેલું છે. XEV 9e, BE 6 અને આગામી XEV 9S ને 20 મિનિટમાં 20થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં સક્ષમ એવું Charge_IN નેટવર્ક લાંબા અંતરની ઇલેક્ટ્રિક મુસાફરીને વ્યવહારુ, કાર્યક્ષમ અને તણાવમુક્ત બનાવશે.

Charge_IN સ્ટેશનો મુખ્ય હાઇવે કોરિડોર પર વ્યૂહાત્મક રીતે સ્થિત હશે. દરેક સ્ટેશન રેસ્ટોરાં, કાફે જેવી સુવિધાઓ સાથે જગ્યા શેર કરશે, જે તેમને પ્રવાસીઓ માટે કુદરતી રોકાવાના સ્થળો બનાવશે. ઇલેક્ટ્રિક કાર ઝડપથી ચાર્જ થાય અને તમને આગળ વધે ત્યારે તમે તમારી કોફી પી શકો છો.

મહિન્દ્રા eSUV માલિકો મહિન્દ્રાની Me4U એપ ઉપરથી Charge_IN એક્સેસ કરી શકે છે, ચાર્જિંગ સ્ટેશન શોધી શકે છે, ચાર્જ કરી શકે છે અને ચૂકવણી કરી શકે છે. આ ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનો અન્ય બ્રાન્ડના ઇલેક્ટ્રિક વાહન વપરાશકર્તાઓ માટે “Charge_IN by Mahindra” એપ અને અન્ય અગ્રણી એગ્રીગેટર પ્લેટફોર્મ દ્વારા પણ સુલભ હશે. Me4U એપ દ્વારા, ગ્રાહકો હાલમાં વિવિધ ચાર્જ પોઈન્ટ ઓપરેટરો (Charge_IN સહિત) માં ~34,000 જાહેર ચાર્જિંગ પોઈન્ટ એક્સેસ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.