Western Times News

Gujarati News

ટ્રાફિક ઇ-ચલણ ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત ચુકવી શકાશે

AI image

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ: BBPS દ્વારા રૂ. ૧૮.૦૫ લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો

ગુગલ-પેફોન-પેભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત સીધી ચુકવણીની સુવિધા શરૂ

૯૦ દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે,  ચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા વિનંતી

     રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે દંડની ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ નવી સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧લી ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર૨૦૨૫ સુધીના સમયગાળામાં રૂ. ૧૮.૦૫ લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન આ સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો છે. BBPS મારફતે ચુકવણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

અગાઉ વર્ષ ૨૦૨૩થી “One Nation One Challan” એપ્લિકેશન દ્વારા નેટ બેંકિંગડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS મારફત દંડ ભરવાની સુવિધા હતી. હવે તેમાં વધારો કરીને ગુગલ-પેફોન-પેભીમ-પે અને યોનો (YONO) એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકે છે.

ચુકવણી કરવા માટેએપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. આ પગલું “ડિજિટલ ગુજરાત”ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છેજે દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે.

ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ

     ગુજરાત પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે કે: બાકી દંડની રકમ તાત્કાલિક ભરી દો: વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણનો બાકી દંડ ભરવા માટે ફોન-પે (PhonePe), ગુગલ-પે (Google Pay), અને યોનો (YONO) જેવી BBPS સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી છે.

૯૦ દિવસની સમય મર્યાદાનું ધ્યાન રાખો: આ સરળ પ્રક્રિયા દ્વારા માત્ર છેલ્લા ૯૦ દિવસમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણનો દંડ ભરી શકાશે.

     કોર્ટની કાર્યવાહીથી બચો: ૯૦ દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટ (Virtual Court) માં ટ્રાન્સફર થઈ જાય છેજેના કારણે ચુકવણીની પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. તેથીચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા વિનંતી છે.

આ સુવિધા વાહનચાલકોને સહેલાઈથી દંડની રકમ ભરવાની સુવિધા પૂરી પાડે છે અને ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.