પ. બંગાળમાં ૨૪ અને ઝારખંડમાં ૧૮ સ્થળો પર ૪૦થી વધારે જગ્યાએ દરોડા
File Photo
(એજન્સી) નવી દિલ્હી, ૧૦૦થી વધારે ઈડી અધિકારીઓએ ૪૦થી વધારે જગ્યા પર દરોડા પાડ્યા, આ દરોડા એટલા મોટા હતા કે બ્રીફકેસ અને બેગ ભરીને રોકડ રૂપિયા અને સોનું જપ્ત કર્યું છે.
૨૧ નવેમ્બરના રોજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પડેલા દરોડા વિશે. આ દરોડા કોલ માફિયા વિરુદ્ધ મોટી એક્શન હતી, જેમાં અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, લાલ બાબુ સિંહ અને અમર મંડલ સાથે જોડાયેલા પરિસર પર દરોડા પાડ્યા હતા.
રેડ દરમિયાન ભારે માત્રામાં રોકડ અને સોનું જપ્ત થયું છે. ઈડીએ ગેરકાયદેસર ખનન અને પરિવહનના સંબંધમાં પશ્ચિમ બંગાળમાં ૨૪ ઠેકાણા અને ઝારખંડમાં ૧૮ ઠેકાણા પર ૪૦થી વધારે જગ્યાએ દરોડા પાડ્યા હતા. રાંચીથી લઈને ધનબાદ સુધી કોલસા માફિયાના ઠેકાણા પર ઈડીની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
સવારે લગભગ ૬ વાગ્યે ઓપરેશનમાં ઈડીના ૧૦૦થી વધારે અધિકારી જોડાયા હતા. આ દરમિયાન સંબંધિત લોકોને ઘર સાથે ટોલ કલેક્શન બૂથ અને ચેક પોસ્ટ્સની પણ તલાશી લીધી. દરોડામાં રોકડ અને દાગીના સહિત મોટી માત્રામાં સંપત્તિ જપ્ત થઈ છે.
જો કે, આ દરમિયાન એલ.બી. સિંહની એક હરકતે અધિકારીઓને મુશ્કેલીમાં મૂકી દીધા. ઈડીના અધિકારીઓને ઘરમાં ઘૂસતા રોકવા માટે એલબી સિંહે પોતાના પાલતુ કુતરાને ખોલી દીધા હતા. કુતરા એલબી સિંહના આવાસીય પરિસરમાં ફરી રહ્યા હતા અને ઈડીના અધિકારીઓને ઘરમાં ઘૂસતા રોકી રહ્યા હતા. અધિકારી જેવા ઘરની અંદર જવાની કોશિશ કરી કે કુતરા ભોંકવા લાગ્યા હતા. જો કે બાદમાં અધિકારીઓ ઘરની અંદર જવામાં સફળ થયા હતા.
સવારે લગભગ ૬ વાગ્યે શરૂ થયેલા આ દરોડામાં બ્રીફકેસ અને બેગમાં ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટોના બંડલ ભરેલા હતા. આ ઉપરાંત મોટી માત્રામાં સોનાના દાગીના પણ જપ્ત થયા છે. અધિકારીઓ અનુસાર, આ સામૂહિક રીતે કરોડો રૂપિયા સરકારી ખજાના સાથે જોડાયેલા છે. આ કાર્યવાહી ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કોલસા માફિયા વિરુદ્ધ એક વ્યાપક અભિયાન છે.
