અમદાવાદમાં ૩૦મી નવેમ્બરે ‘૯મી અદાણી અમદાવાદ મેરેથોન’ નું ભવ્ય આયોજન
અમદાવાદ , અમદાવાદ શહેરમાં પ્રખ્યાત સ્પોટ્ર્સ ઇવેન્ટ ૯મી અદાણી અમદાવાદ મેરેથોન ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાશે. આ ભવ્ય ઇવેન્ટના શાનદાર આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સુચારુ આયોજન અને નાગરિક એજન્સીઓ વચ્ચેના મજબૂત સંકલન અને સહકાર દ્વારા આ ઇવેન્ટ, હજારો દોડવીરોને સરળ અને સુરક્ષિત મેરેથોનનો અનુભવ કરાવશે. અદાણી સ્પોટ્ર્સલાઈન દ્વારા આયોજીત આ મેરેથોનને અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરોગ્ય વિભાગનો આવશ્યક સહકાર મળ્યો છે.
૨૬ નવેમ્બરે, બુધવારે અહીં યોજાયેલી એક સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં, આયોજકોએ આ મેરેથોનના આયોજન અંગેની વ્યવસ્થા, રૂટ લોજિસ્ટિક્સ અને સલામતીના પગલાંની રૂપરેખા આપી હતી.
Dave Cundy, race director of the Adani Ahmedabad Marathon, ahead of the 9th edition of the Marathon said: “The ninth edition of the Adani Ahmedabad Marathon on Sunday will see a record participation, with numbers erupted to be about 33%. It is a city-based cause based on the river, so we look forward to showcasing again to all of the runners of India, and to our growing international field, so I think they will be the highlights on Sunday. So, we are hoping to break some race records on Sunday.”
