પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ
મોડાસા, મોડાસાની સહકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓને વોટસએપ દ્વારા બિભત્સ મેસેજ કર્યાે હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો-છાત્રાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટીસનો સૂત્રોચ્ચાર કરી આ અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગને ઉગ્ર બનાવી હતી.
હાલ કોલેજ છોડી ભાગી ગયેલા આ અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી હતી. જો કે, વણસતી જતી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
ઉપરાંત ગાંધીનગરની ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરીમાંથી પણ અધિકારી પહોંચી ગયા હતા.મળતી માહિતી અનુસાર, મોડાસાની સરકારી કોલેજના એક અધ્યાપક સામે કોલેજની છાત્રાઓને બિભત્સ મેસેજ કરાયા હોવાનો આક્ષેપ લાગ્યો હતો.
ત્યારે આ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સંકુલ ખાતે દેખાવો યોજી આ હરક્ત અને અધ્યાપક સામે ભારે સૂત્રોચ્ચાર કરાયો હતો અને ન્યાયની માંગ કરાઈ હતી. આ કોલેજ છાત્રા દ્વારા કરાયેલી ફરીયાદમાં અધ્યાપકે કોલેજની એક છાત્રાના મોબાઈલના વોટસેઅપ ગ્‰પમાં ગંદા, બિભત્સ મેસેજ કર્યાં હતા.
આ છાત્રાએ આ મુદ્દે ફરીયાદ કરતા આ અધ્યાપકે કોલેજની અન્ય બે છાત્રાઓને પણ આવા ગંદા મેસેજ કર્યાં હોવાની હકીક્ત બહાર આવી હતી. જો કે, કોલેજના વિદ્યાર્થીઓમાં ભભૂકી ઉઠેલા ભારે રોષને પગલે આ અધ્યાપક પાછલા દરવાજેથી કોલેજ છોડી ગયો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું. મામલો થાળે પાડવા કોલેજ સાવાળાઓ દ્વારા ભારે પ્રયાશો હાથ ધરાયા હતા.
આ પ્રકરણે મોટીસંખ્યામાં છાત્રો અને છાત્રોના સૂત્રોચ્ચાર સામેના દેખાવોના પગલે વણસતી જતી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
જ્યારે કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ જીતેન્દ્ર વાઢેરે આ પ્રકરણે આ અધ્યાપક સામે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી આપતાં મામલો હાલ પૂરતો થાળે પડયો હતો. વિદ્યાર્થીઓના હંગામો અને ધરણા સાથે સૂત્રોચ્ચારને પગલે પોલીસ ઉપરાંત ગાંધીનગરથી સરકારના અધિકારીઓ પણ દોડી ગયા હતા.SS1MS
