સેલિના જેટલીએ પતિથી છૂટા પડવાના કારણોની વ્યથા શેર કરી
મુંબઈ, સેલિનાએ પતિ પીટરથી છુટા પડવાની વ્યથા શેર કરી હતી જેમાં પોતે અનહદ શારિરીક શોષણ, મારપીટ સંબંધોમાં દગાબાજીવગેરેનો ઉલ્લેખ કરીને હૈયાવરાળ કાઢી હતી. પતિ પીટર તેને નોકરાણી કહીને બોલાવતો હતો.તેમ પણ તેણે કહ્યું હતું.
ઉપરાંત સેલિના જેટલીએ પતિ પીટર હોગ સાથે છૂટાછેડાની અરજી નોંધાવ્યાના એક દિવસ પછી તેના વકીલે અભિનેત્રીની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું. સેલિનાની વકીલે કહ્યું હતું કે, સૌથી મોટી ચિંતા તેના બાળકોની કસ્ટડીની છે.
સેલિનાએ ફરિયાદમાં પોતાના પર ભાવનાત્મક અને મોખિક ક્›રતા, શારિરીક હિંસા, છલ-કપટ, જબરદસ્તી અને આર્થિક નિયંત્રણની તકલીફનો સમાવેશ કર્યાે છે.
ખાસ કરીને આર્થિક સંપત્તિના મામલાનો ઝઘડો મહત્વનું કારણ હતું. પીટરે સેલિનાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લઇ લીધા હતા. તે અભિનેત્રીની આવક પર પોતાનું નિયંત્રણ રાખતો હતો. તેણે સેલિનાને જણાવ્યા વગર વિયેનાની સંયુક્ત સંપત્તિ વેંચી નાખી હતીઅને આ માટે પીટરે આર્થિક તંગીનો દાવો કર્યાે હતો. પીટર કેટલાય વરસોથી બેકાર હતો અને તેની પોતાની કોઇ જ કમાણી નહોતી.
પીટરે સેલિનાના પાસપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજો છુપાવીને રાખ્યા હતા. અંતે તે દસ્તાવેજ શોધી કાઢવામાં સફળ રહી હતી અને એક પાડોશીની મદદથી ભારત આવી હતી. વકીલે વધુમાં કહ્યું હતુ ંકે, સેલિના પોતાના બાળકો માટે ઓસ્ટ્રિયાની અદાલતના સંપર્કમાં છે.
તેને પોતાના બાળકોની ચિંતા સતાવી રહી છે. બે દિવસ પહેલા જ, ઓસ્ટ્રિયાની અદાલતે સેલિના સાથે બાળકોને રોજના એક કલાક ફોન પર વાત કરવાની અનુમતિ આપી છે.
વકીલે એમ પણ કહ્યું હતું કે, લગ્નના શરૃઆતના દિવસોથી જ સ્થિતિ ખરાબ હતી. તેને જોડકા બાળકો થયા હતા, જેમાંથી એકનું અવસાન થયું હતું.તે ગર્ભવતી હતી ત્યારે પિતા ગુમાવ્યા હતા અને એક બાળકના જન્મના પાંચ મહિના પછી માતાનું કેન્સરથી મૃત્યુ થયું હતું.SS1MS
