Western Times News

Gujarati News

હોંગકોંગના રહેણાંક ટાવરમાં આગઃ 44ના મોતઃ 279 લોકો ગુમ

આઠ ટાવરવાળી આ મોટી સોસાયટીમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું, અને વાંસના પાલખને કારણે આગ ઝડપથી સાત ટાવરમાં ફેલાઈ ગઈ.

હોંગકોંગ, બુધવારે હોંગકોંગના તાઈ પો વિસ્‍તારમાં ભીષણ આગ લાગી હતી, જેનાથી આખા શહેરને હચમચી ઉઠ્‍યું હતું. વાંગ ફુક કોર્ટ નામનો એક વિશાળ હાઉસિગ કોમ્‍પ્‍લેક્‍સ, જેમાં ૪,૦૦૦ થી વધુ રહેવાસીઓ રહે છે, જેમાં મોટી સંખ્‍યામાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો હતા.

આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા ટાવર ધુમાડા અને આગમાં લપેટાઈ ગયા હતા. અત્‍યાર સુધીમાં ૪૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્‍યારે ૨૭૯ હજુ પણ ગુમ છે.આ આગ ૧૯૪૫ પછી હોંગકોંગની સૌથી ઘાતક સાબિત થઈ રહી છે.

A massive fire broke out in a large residential complex in Tai Po, #HongKong . So far, 44 people have died and 279 have been injured. > The fire spread so fast that several buildings were caught in the blaze. It is considered one of Hong Kong’s deadliest fires in decades. > The complex had eight buildings with nearly 2,000 apartments.

🔥 ઘટનાનો સારાંશ

  • સ્થળ: વાંગ ફુક કોર્ટ, તાઈ પો, હોંગકોંગ
  • સમય: બુધવાર, બપોરે ૩ વાગ્યાની આસપાસ
  • પ્રભાવ:
    • ૪૪ લોકોના મોતની પુષ્ટિ
    • ૨૭૯ લોકો હજુ ગુમ
    • ૬૬ લોકો હોસ્પિટલમાં દાખલ, જેમાંથી ૧૭ ગંભીર અને ૨૪ અત્યંત ગંભીર
  • કારણ:
    • નવીનીકરણ હેઠળની ૩૨ માળની ઇમારત (વાંગ ચેઓંગ હાઉસ)
    • ઊંચા વાંસના પાલખ (scaffolding) આગમાં ઝડપથી સળગ્યા
    • પોલિસ્ટરીન બોર્ડથી ઢંકાયેલી બારીઓ, જે ખૂબ જ જ્વલનશીલ હતી
  • પ્રતિસાદ:
    • ૧૨૮ ફાયર ટ્રક, ૫૭ એમ્બ્યુલન્સ, ૮૮૮ બચાવકર્મીઓ તૈનાત
    • ૧૬ કલાકથી વધુ સમય સુધી આગ ચાલુ રહી
    • ૮ ટાવરમાંથી ૭ આગમાં લપેટાયા
  • જવાબદારી:
    • બેદરકારી બદલ ૩ લોકોની ધરપકડ
    • હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ તપાસની જાહેરાત કરી

🌆 હાલની પરિસ્થિતિ

  • તાઈ પો જિલ્લામાં હજી પણ ધુમાડાની ગંધ અને કડવાશ
  • અગ્નિશામકો બાકી રહેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • હાઉસિંગ કોમ્પ્લેક્સને વ્યાપક નુકસાન – બારીઓ, એસી યુનિટ, વાંસના માળખા નાશ પામ્યા

આઠ ટાવરવાળી આ મોટી સોસાયટીમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું, અને વાંસના પાલખને કારણે આગ ઝડપથી સાત ટાવરમાં ફેલાઈ ગઈ.પોલીસે બેદરકારી બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે, અને ૧૬ કલાક પછી પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.

ફાયર વિભાગને પહેલો કોલ બપોરે ૩ વાગ્‍યાની આસપાસ મળ્‍યો. આગ વાંગ ચેઓંગ હાઉસમાં લાગી હતી, જે ૩૨ માળની ઇમારત છે, જે હાલમાં નવીનીકરણ હેઠળ છે. આખો ટાવર ઊંચા વાંસના પાલખથી ઢંકાયેલો હતો, અને આગ પહેલા આ માળખાને ઘેરી લે છે. થોડીવારમાં, સળગતું વાંસનું માળખું તૂટી પડવાનું શરૂ થયું, જે અન્‍ય ટાવરોમાં ફેલાઈ ગયું. આઠ ટાવર બ્‍લોકમાંથી સાત આગમાં લપેટાઈ ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.