Western Times News

Gujarati News

થાઈલેન્‍ડમાં વરસાદઃ કેટલાંક શહેરો પાણીમાં ગરકાવ, લાખો લોકોનું સ્થળાંતર

સોંગખલા પ્રાંતના હાટ યાઈ શહેરમાં પાણીનું સ્તર ૧.૫ થી ૩ મીટર સુધી

નવી દિલ્‍હી,  થાઈલેન્‍ડમાં છેલ્‍લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદે વિનાશ વેર્યો છે. ઠેર-ઠેર જળબંબાકારની સ્‍થિતિ સર્જાતા ૩૩થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા છે અને અનેક શહેરો બેટમાં ફેરવાઈ ગયા છે.

લાખો લોકોનું સ્‍થળાંતર અને તારાજીના દ્રશ્‍યો વચ્‍ચે બજારો અને રસ્‍તાઓ પર કેડ સમા પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. થાઈલેન્‍ડમાં કુદરતે રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે.

વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, થાઈલેન્‍ડના અનેક પ્રાંતોમાં ભારે વરસાદને પગલે જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્‍યું છે. મુશળધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્‍યા છે, જેના પરિણામે રહેણાંક વિસ્‍તારો, બજારો અને મુખ્‍ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્‍થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ફસાયેલા લોકોને રેસ્‍ક્‍યુ બોટ અને હેલિકોપ્‍ટર મારફતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.

🌧️ પરિસ્થિતિનો સારાંશ

  • મૃત્યુઆંક: ૩૩થી વધુ લોકોના મોત
  • પ્રભાવ: અનેક શહેરો પાણીમાં ગરકાવ, લાખો લોકોનું સ્થળાંતર
  • જળસ્તર: સોંગખલા પ્રાંતના હાટ યાઈ શહેરમાં પાણીનું સ્તર ૧.૫ થી ૩ મીટર સુધી
  • પરિણામ:
    • બજારો, રસ્તાઓ, રહેણાંક વિસ્તારો પૂરમાં ડૂબ્યા
    • વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ
    • હોડીઓ પણ ઘણા વિસ્તારોમાં ચાલી શકતી નથી

🚨 બચાવ અને રાહત કામગીરી

  • સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત
  • ફસાયેલા લોકોને રેસ્ક્યુ બોટ અને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે
  • સેનાની મદદથી ખાવા-પીવાની સામગ્રી અને દવાઓ પહોંચાડવામાં આવી રહી છે
  • રહેવાસીઓ અને પ્રવાસીઓને સંપૂર્ણ સ્થળાંતર કરવાનો આદેશ

પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ખાવા-પીવાની સામગ્રી અને દવાઓ પહોંચાડવા માટે સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્‍યતા વ્‍યક્‍ત કરી હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

થાઈલેન્‍ડના સોંગખલા પ્રાંતના હાટ યાઈ શહેરમાં ભારે વરસાદે જનજીવનને ભારે અસ્‍તવ્‍યસ્‍ત કરી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શહેર ડૂબી ગયું છે, જેના કારણે આખો વિસ્‍તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. પાણીનું સ્‍તર ૧.૫ થી ૩ મીટર સુધી પહોંચી ગયું છે, અને રસ્‍તાઓ એટલા પાણીથી ભરાઈ ગયા છે કે તે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે. લોકો સલામતીની શોધમાં બેફામ દોડતા જોવા મળી રહ્યા છે.

Hat Yai has just experienced one of the most extreme rain events in Thailand in centuries. Here’s what actually happened: • 335 mm of rain fell in a single day (21 Nov 2025) — the highest 1-day total in 300 years. • Over 3 days (19–21 Nov) the city was hit by around 630 mm of rainfall, surpassing the levels of the major 2010 flood.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.