EWS આવાસના ૧૪પ૬ મકાનોનું કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ
પ્રતિકાત્મક
કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ઈડબ્લ્યુએસ આવાસો બનાવવાના કામમાં બે કામમાં મળી ૧૪પ૬ આવાસો બનાવવાનું કામ પૂર્ણ કરવા માટે પૂરતી તકો આપ્યા બાદ પણ કામગીરી પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગમાં મંજૂરી લીધા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો
જેમાં હાઈકોર્ટના ઓરલ ઓર્ડર બાદ હવે આ કોન્ટ્રાક્ટરને ૧૦ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ઈડબ્લ્યુએસ વર્ગ માટે આવાસો બનાવવાના કામના ફેઝ-૩ પેકેજ ૮માં ૭૮૪ આવાસો બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર એમ.વી.ઓમ્ની પ્રોજેકટસ (ઈન્ડિયા) લિ.ને આપવામાં આવ્યું હતું.
જો કે, કોન્ટ્રાકટરે કામગીરી બંધ કરી દીધી હોવાથી કોર્પોરેશને તેમને ૧પ નોટિસ આપી હતી આમ સતત નોટિસ પછી પણ તેમણે કામગીરી ચાલુ કરી નહોતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ન હોવાથી કામ પૂર્ણ કરી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.
આમ કોન્ટ્રાક્ટરને કામગીરી પૂર્ણ કરવા માટે પૂરતી તક આપવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા વધારેલી સમયમર્યાદામાં પણ કામગીરી પૂર્ણ કરેલી ન હોઈ બન્ને ટેન્ડરના મળી ૧૪પ૬ આવાસો બનાવવાની કામગીરી અધૂરી છોડેલી હોવાથી શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બ્લેક લિસ્ટ કરાયો હતો. ઉપરાંત તેની સિકયોરિટી ડિપોઝિટ અને બિલમાંથી રોકવામાં આવેલા નાણાં મળી કુલ રૂ.૬.ર૦ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. જેથી કોન્ટ્રાક્ટરે આ મુદ્દે હાઈકોર્ટમાં એપ્લિકેશન દાખલ કરી હતી.
દરમિયાન તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો. ઓરલ ઓર્ડર અન્વયે ૧૧ એપ્રિલ, ર૦રપના રોજની મળેલી મંજૂરીના અનુસંધાને તેઓને ડે.મ્યુનિ. કમિશનર (હાઉસિંગ પ્રોજેકટ) સમક્ષ તેમના રિપ્રેઝન્ટેશન માટે ર૮ એપ્રિલ, ર૦રપના રોજની રૂબરૂ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા
જેમાં થયેલા નિર્ણય મુજબ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા માટે સ્ટેન્ડીંગ કમિટીના ર૦૧૯ના નિર્ણયથી ૧૦ વર્ષ સુધી તેમને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીના ર૦૧૯ના નિર્ણયથી ૧૦ વર્ષ સુધી તેમને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય સ્ટેન્ડીંગ મારફતે કરી બોર્ડની મંજૂરી માટે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મૂકાયો છે.
