સેવન્થ-ડે સ્કૂલે ૩ નોટિસનો જવાબ ન આપ્યો, હવે સ્કૂલની જગ્યા પાછી લેવા નોટિસ અપાશે
(એજન્સી)અમદાવાદ, હાટકેશ્વરની સેવન્થ ડે સ્કૂલના મામલે આખરે ત્રણ નોટિસ બાદ પણ સ્મૂલ ઓથોરિટીએ જવાબ ન આપતા મ્યુનિ.એ સ્કૂલની જગ્યા પરત લઈ લેવા કાર્યવાહી શરૂ કરી છે. હવે એક સપ્તાહમાં આ જગ્યા પરત લઈ લેવા માટેની છેલ્લી નોટિસ અપાશે.
સાથે આ અંગેનો કેસ પણ કોÂમ્પટન્ટ ઓફિસર પ્રોસિડિંગ્સ સમક્ષ સુનાવણી માટે મૂકાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જગ્યા પરત લઈ લેવામાં આવશે. ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે, હાટકેશ્વરમાં એફપી ૭૦૯ની ૧૦૪૬પ ચોરસ મીટર જગ્યા ઈન્ડિયા ફાઈનાÂન્સયલ અસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટને ૯૯ વર્ષના ભાડા પટ્ટે અપાઈ હતી.
આ શાળામાં અત્યારે અન્ય સંસ્થા દ્વારા જ શિક્ષણ કાર્ય ચલાવવામાં આવે છે જેને કારણે તમારો આ પ્લોટ શરતભંગ હેઠળ પરત લઈ પ્લોટની ફાળવણી કેમ રદ કરવી તે અનુસંધાને એરેસ્ટ વિભાગે ૩ વખત નોટિસ આપી હતી. આ નોટિસ પૈકી એક પણનો સ્કૂલ સત્તાવાળા દ્વારા જવાબ આપવામાં આવ્યો ન હતો.
