વીજ પોલ ખસેડવાની કામગીરી દરમિયાન કલાકો સુધી પાવર બંધ રહેતા હાલાકી
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના ગામોમાંથી પસાર થતા હાઇવે નવીનીકરણના કામમાં વીજ પોલ ખસેડવાની કામગીરી દરમિયાન કલાકો સુધી પાવર બંધ રહેતા લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે
સવારના ૮ થી સાંજના ૬ સુધી કૃષિ અને જ્યોતિગ્રામની વીજળી નહીં મળતા રવિ સુઝનમાં પિયત થઈ શકતું નથી .આ અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અંસ યુજીવીસીએલના અધિકારીને રજુઆત પણ કરવામાં આવી છે.
વિજયનગર તાલુકાના ગામોમાંથી પસાર થતા વિજયનગર રાજપુર ચંદવાસાસ ખોખરા બોર્ડર થઈ રાજસ્થાનને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૮ નું ફોરલેનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રોડ સાઈડના વીજ પોલ ખસેડવાને લીધે ફીડરમાં દિવસે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી એગ્રીકલ્ચર તથા જ્યોતિગ્રામની લાઈટો બંધ રહે છે જેથી આ વિસ્તારના લોકોને ખેતી માટે રવિ સિઝનમાં કુવાના બોર મોટર ચાલતી નથી
બીજી તરફ મોબાઇલ ટાવરો પણ પાવરને અભાવે બંધ રહે છે જેથી કોઈ કનેક્ટિવિટી આવતી નથી .સરકારી દવાખાના પીએસસી સેન્ટરોમાં પણ પાવરને અભાવે દર્દીઓને સારવારમાં મુશ્કેલી રહે છે
આ સમસ્યા અંગે રાજપુર કુંડોલ નવાગરા ઉબરીય વિસ્તારના ખેડૂતોએ યુજીવીસીએલ વિજયનગરના નાયબ કાર્યપાલક ને મળીને આ બાબતની રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને કૃષિ વીજળી ખેતી માટે બપોરે એક વાગ્યા સુધી ચાલુ રાખવા વિનંતી કરેલ છે
જ્યારે બપોરના એક વાગ્યાથી સાંજના ૬ કલાક સુધી આ લાઈટો બંધ રાખી અને રોડ ઉપર કામકાજ કરવા અને ફીડરોના પોલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવે તો કોઈને મુશ્કેલી પડે નહીં. વિકાસ પણ અટકે નહીં અને ખેતીવાડી અને દિવસે દવાખાના અને મોબાઈલ ટાવરો ચાલુ રહે એમ અનુકૂળતા કરી વીજ પુરવઠો સમૂળગો કલાકો સુધી બંધ નહીં રાખતા રજૂઆત મુજબ બપોર બાદ ૬ કલાક બંધ રહે રહે અને રોડનું કામ પમ ચાલે એ મુજબ શિડ્યુઅલ બનાવવા રાજ્યના ઉર્જા ક્રબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને ભાજપના પૂર્વ મહામંત્રી અને સામાજિક અગ્રણી ઈશ્વર પટેલે રજૂઆત કરી છે
