Western Times News

Gujarati News

સિસ્કાએ વાઇ-ફાઈથી ચાલતી રેઇનબો સ્માર્ટ સ્ટ્રિપ લાઇટ લોન્ચ કરી

એપ અને વોઇસ આસિસ્ટન્ટની મદદથી સ્માર્ટ લાઇટનું નિયંત્રણ થઈ શકશે

 મુંબઈ, ટેકનોલોજીમાં શ્રેષ્ઠ ઇનોવેશન ધરાવતી ટોચની એફએમઇજી બ્રાન્ડ સિસ્કા ગ્રૂપે એના સ્માર્ટ હોમ સેગમેન્ટ અંતર્ગત લેટેસ્ટ વાઇ-ફાઈ સક્ષમ રેઇનબો સ્માર્ટ સ્ટ્રિપ લાઇટ્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ લાઇટ્સને એમેઝોન એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટમાંથી વોઇસ કમાન્ડનો ઉપયોગ કરીને સરળતાપૂર્વક નિયંત્રિત કરી શકાશે. વળી યુઝર્સ આ લાઇટ્સને નિયંત્રિત કરવા સિસ્કા સ્માર્ટ હોમ એપ પણ ડાઉનલોડ કરી શકે છે.

 સિસ્કા રેઇનબો સ્માર્ટ સ્ટ્રિપ લાઇટ્સ તમારા ઘર અને ઓફિસ સ્પેસની તમારી જરૂરિયાત મુજબ સુંદરતામાં વધારો કરે છે તેમજ ઘર કે ઓફિસને જીવંત બનાવે છે. આ લાઇટ્સ તમારા વાઇફાઈ સાથે જોડાશે અને તમને તમારા સ્માર્ટફોન કે ટેબ્લેટમાંથી તમારી લાઇટિંગનાં દરેક પાસાને નિયંત્રિત કરવાની સુવિધા આપે છે. સિસ્કા સ્માર્ટ સ્ટ્રિપ લાઇટ્સની કિંમત 12W માટે રૂ. 3,999/- અને  25W માટે રૂ. 4,999/- છે તેમજ અગ્રણી ઇકોમર્સ માર્કેટપ્લેસમાં ઉપલબ્ધ છે.

આ લોંચ પર સિસ્કા ગ્રૂપનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગુરુમુખ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, ભારતીય બજાર અને ગ્રાહકોમાં સ્માર્ટ હોમ ઉપકરણો તેમના ઘરને સ્માર્ટ હોમમાં પરિવર્તિત કરવાનો વિચાર વધી રહ્યો છે. સિસ્કાનો ઉદ્દેશ બજારમાં ટેકનોલોજી-સંચાલિત અને ઊર્જાદક્ષ સ્માર્ટ હોમ ઉત્પાદનો પ્રસ્તુત કરવાનો છે, જે સમયથી બહુ આગળ છે. અમારી રેઇનબો સ્માર્ટ ટ્રિપ લોંચ કરવાની સાથે અમે અમારા સ્માર્ટ હોમ પોર્ટફોલિયોમાં વધારે રોમાંચક પ્રોડક્ટ ઉમેરી છે. અમે પોઝિટિવ છીએ કે આ પ્રોડક્ટ તહેવારો દરમિયાન ગ્રાહકો માટે અનિવાર્ય બનશે, જે તેમને સ્માર્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને તેમના ઘરની  શોભા વધારવામાં મદદરૂપ થશે.

સિસ્કા રેઇનબો સ્માર્ટ સ્ટ્રિપ  લાઇટ્સની મુખ્ય ખાસિયતો –

  1. ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સા સાથે સક્ષમસિસ્કા રેઇનબો સ્માર્ટ સ્ટ્રિપ લાઇટ્સ ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેક્સાનો ઉપયોગ કરીને વોઇસ કમાન્ડ દ્વારા ઓપરેટ થાય છે. તમે શેડ બદલી શકો છો, અથવા લાઇટને ઓન/ઓફ સરળતાપૂર્વક કરી શકો છો.
  2. સ્માર્ટ હોમ એપ અનેબલ્ડસિસ્કા સ્માર્ટ સ્ટ્રિપ લાઇટ્સ સિસ્કા સ્માર્ટ હોમ એપનો ઉપયોગ કરીને તમારી આંગળીનાં ટેરવેથી નિયંત્રિત થઈ શકશે. એપ સાથે એકવાર સિન્ક થયા પ છી તમે લાઇટનાં કલર, શીડ્યુલ બદલી શકો છો અથવા લાઇટ ઓન/ઓફ કરી શકો છો.
  3. 16 મિલિયન શેડ– સિસ્કાની રેઇનબો સ્માર્ટસ્ટ્રિપ 16 મિલિયન શેડ ધરાવે છે, જે વિવિધ કલર ઓફર કરે છે અને શેલ્ફ નીચે કે પાવડર રૂમમાં મિરરની બોર્ડરનાં ભાગને અલગ-અલગ કલરમાં પ્રકાશિત કરે છે. લાઇટને સ્ટેરવે પર સુસંગત પણ કરી શકશો અને ફોલ્સ સીલિંગ પર લાઇટિંગ તરીકે ઉપયોગ પણ કરી શકશો.
  4. ગ્રૂપ ડિવાઇઝઆ સુવિધા તમને એકસાથે તમારા ઘરનાં વિવિધ ભાગોમાં સ્ટ્રિપ લાઇટને ઓપરેટ કરવાની સુવિધા આપે છે. તમે ઘરનાં કોઈ પણ ખૂણામાંથી લાઇટને નિયંત્રિત પણ કરી શકો છો.
  1. સરળ ઇન્સ્ટોલેશનસિસ્કા રેઇનબો સ્માર્ટ સ્ટ્રિપની સ્ટાન્ડર્ડ લંબાઈ 5 મીટર છે. તેમને સરળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી શકાશે તેમજ એ મુજબ કાપી શકાશે અને લંબાવી શકાશે.

સંવર્ધિત જીવનશૈલી અને વપરાશક્ષમ આવકમાં વધારો થવાથી દેશમાં સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ માટેની માગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. રિસર્ચ એન્ડ માર્કેટ્સના રિપોર્ટ મુજબ, ભારતમાં હોમ ઓટોમેશનનાં બજારનું મૂલ્ય વર્ષ 2018માં 1,790.9 મિલિયન ડોલર હતું અને વર્ષ 2026 સુધીમાં 13,574 મિલિયન ડોલરને આંબી જાય એવી ધારણા છે, જે વર્ષ 2019થી વર્ષ 2026ના ગાળા દરમિયાન 29.8 ટકાનાં સીએજીઆરથી વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.