Western Times News

Gujarati News

જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી  કરતો, તે ક્યારેય આગળ વધતો નથી : તમિલનાડુ રાજ્યપાલ

સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની  શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ.પી. સિંગ બધેલ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે  આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં માનનીય પ્રવચનો

      ભારત રત્ન સરદાર વલ્લભભાઈની સાર્ધ શતી શતાબ્દિ અનુસંધાને કરમસદથી નીકળેલી સરદાર@૧૫૦ પદયાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં સહભાગી બનેલા તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ જણાવ્યું કેભારત દેશ એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વએ દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળતા હાંસલ કરી છે. તેમના નૈતિક અને વ્યવહારું નેતૃત્વએ સમગ્ર વિશ્વને નવી રાહ આપી છે.

રાષ્ટ્રીય એકતા પદયાત્રાના કાર્યક્રમ દરમિયાનતામિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ આસોદર ખાતે પોતાના વક્તવ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલના અપ્રતિમ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કેસરદાર પટેલની કર્મ ભૂમિ થી શરૂ થઈને વિશ્વની સૌથી મોટી પ્રતિમાસ્ટેચ્યુ ઑફ યુનિટીએકતા નગરકેવડીયા ખાતે પૂર્ણ થશે.

રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કેજે જ્ઞાતિવર્ગક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતોતે ક્યારેય આગળ વધતો નથી.

શ્રી રવિએ સરદાર પટેલને યુગ પ્રવર્તક‘ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે સરદાર પટેલના ત્રણ મુખ્ય યોગદાનને યાદ કર્યા: દેશને આઝાદ કરાવવામાં મદદ૫૬૨ રિયાસતોનું ભારતમાં વિલય કરાવવુંઅને અંગ્રેજી શાસન વિરુદ્ધ ખેડૂતોનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન બારડોલીમાં કરવું.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે ગુજરાતના સરદાર સૌથી અસરદાર સરદાર છેઅને આ ઉપાધિ કોઈ પાર્ટીના કાર્યકર્તાઓએ નહીંપરંતુ મહાત્મા ગાંધીએ નેહરુજીની હાજરીમાં આપી હતીજે એક મોટી વાત છે. પ્રોફેસર તરીકેતેમણે બિસ્માર્કના ધ પૉલિસી ઑફ બ્લડ ઍન્ડ આયર્નનો ઉલ્લેખ કર્યોપરંતુ ભારતમાં જો કોઈને લોહ પુરુષ કહેવામાં આવેતો બીજા કોઈને તે કહેવાનો નૈતિક અધિકાર નથી.

રાજ્યપાલે રિયાસતોના વિલયની જટિલતા સમજાવી કે કેવી રીતે રિયાસતો પાસે પોતાની સેનાતોપખાનુંખજાનો અને પોલીસ હતી. તેમણે પ્રશ્ન કર્યો કે જો રિયાસતોનું વિલય ન થયું હોતતો આઝાદી અડધી અધૂરી રહેત. સરદાર પટેલે બાય હુક ઍન્ડ બાય કૂક જૂનાગઢ અને હૈદરાબાદના નિઝામ સહિત ૫૬૨ રિયાસતોનું વિલય કરાવ્યું. રાજ્યપાલે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો કાશ્મીરની રિયાસતની જવાબદારી પણ સરદાર પટેલને મળી હોતતો આજે ઘણી સમસ્યાઓનો હલ થઈ ગયો હોત.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ. પી. સિંગ બધેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં  સરદારને ભારતની એકતાના સૂત્રધારશિલ્પી અને મહાનાયક‘ તરીકે બિરદાવ્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેદાયકાઓ સુધી સરદાર પટેલને પાઠ્યપુસ્તકોમાંથી ભૂલાવવાનો પ્રયાસ થયો હોવા છતાંતેઓ દરેક ભારતીયના હૃદયની ધડકન છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યોજેમણે દિલ્હી આવ્યા પછીના પ્રથમ કાર્યક્રમોમાં સરદારની યાદો અને તેમની વિરાસતને પુન: જાગૃત કરવાનું કાર્ય કર્યું. મંત્રીશ્રીએ પદયાત્રામાં જોવા મળેલા અસાધારણ ઉત્સાહ અને ઊર્જાને બિરદાવી હતી.

તેમણે સરદાર પટેલના સર્વોચ્ચ યોગદાનની વાત કરતા કહ્યું કેજો સરદાર ન હોતતો આજે આપણે જે ‘એક ભારત’ જોઈ રહ્યા છીએતેનું સ્વરૂપ શું હોત તે કહેવું મુશ્કેલ છે. તેમણે સમજાવ્યું કે અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયાત્યારે તેમણે 562 થી વધુ રિયાસતોને એક સ્વતંત્ર દેશ રાજ્ય‘ ઘોષિત કરીને છોડી હતીજેનો અર્થ ભારતમાં 500થી વધુ સ્વતંત્ર રાજ્યોની સંભાવના હતી.

સરદારે માત્ર બે વર્ષથી પણ ઓછી અવધિમાં આ બધા રાજ્યોને અસાધારણ કુશળતા અને દૃઢતા સાથે એક કરીને પૂરા ભારતને એક‘ કરી દીધુ. તેમણે કહ્યું કેસરદારના માર્ગમાં આવતી અડચણો ફક્ત રાજાઓ તરફથી જ નહોતીપણ તત્કાલીન વડાપ્રધાન પણ હૈદરાબાદને બીજો દેશ‘ કહીને સૈન્ય કાર્યવાહી ટાળતા હતાજે દર્શાવે છે કે સરદારને આંતરિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે મહાત્મા ગાંધીના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની શક્તિ અને સામાન્ય લોકોમાં તેમની સાખને જાળવી રાખીને મજબૂત કરનાર વ્યક્તિ તરીકેનું કાર્ય કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો સરદાર ન હોતતો કદાચ ગાંધીજીની વાર્તા અધૂરી રહી જાત. તેમણે 1917માં ગુજરાત સભામાં લવાયેલા ક્રાંતિકારી પરિવર્તનનું ઉદાહરણ આપી વધુમાં જણાવ્યું હતું કેસરદારે વેઠ પ્રથા‘ (બંધુઆ મજૂર જેવી સેવાઓ) સામે સફળ આંદોલન ચલાવ્યુંજેના પરિણામે અંગ્રેજી શાસનને આ દમનકારી પ્રથા સમાપ્ત કરવી પડી.

મંત્રીશ્રીએ અસહયોગ આંદોલન દરમિયાન સરદારના અડગ નેતૃત્વને યાદ કર્યું. તેમણે કહ્યું કેગાંધીજીના માર્ગદર્શનને જમીન પર સાકાર કરવાનું કાર્ય સરદારનું હતું. 1922માં ચૌરી ચૌરાની ઘટના બાદ જ્યારે ગાંધીજીને છ વર્ષની સજા થઈત્યારે જેલ જતાં તેમણે અન્ય કોઈ તરફ નહીંપણ સરદાર તરફ જોઈને બધી જવાબદારી તેમને સોંપી હતી.

સરદારે ગુજરાતીઓને આહવાન કરીને ગાંધીજીનો સત્યાગ્રહઅસહયોગઅને અંગ્રેજી વસ્તુઓ/ખિતાબો/અદાલતોનો બહિષ્કાર જારી રાખ્યો અને તેને ગુજરાતની કસોટી‘ ગણાવી. આ ઉપરાંતજ્યારે નાગપુરના અંગ્રેજ મ્યુનિસિપલ કમિશનરે રાષ્ટ્રીય ધ્વજ (તિરંગા) સાથે માર્ચ કરવા પર પ્રતિબંધ લગાવ્યોત્યારે સરદારે ગુજરાતથી નાગપુર જઈને તે આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું અને રાષ્ટ્રીય તિરંગા માર્ચ‘ સફળતાપૂર્વક યોજીને કુશળ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સરદાર સભાના પ્રારંભમાં નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરી સરદાર ગાથાની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દંડક શ્રી બાલકૃષ્ણ શુકલસાંસદ શ્રી મિતેશભાઈ પટેલધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલજિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલઅગ્રણીઓ શ્રી વિજયભાઈ પટેલસંજયભાઈ પટેલદિલીપભાઈ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.