ચિંતન શિબિર – 2025: દ્વિતીય દિવસની શરૂઆત યોગાભ્યાસથી કરાઈ
વલસાડ, ધરમપુર ખાતે ચાલી રહેલી 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગસત્રથી કરાઈ; આશ્રમના પરિસરમાં વહેલી સવારે યોજાયેલ યોગસત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લઈ શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો.

વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી એ ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવાઈ.
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતાં આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું; આ પ્રસંગે મંત્રી મંડળના સૌ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી સનદી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા…
વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીશ્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો..

