Western Times News

Gujarati News

દિવ્યાંગોના ગૌરવના રક્ષણ માટે SC-ST જેવો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ

નવી દિલ્હી, દિવ્યાંગોનો ઉપહાસ કરતી અપમાજનક ટીપ્પણીઓ સામે સખત વલણ અપનાવી સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિવ્યાંગો અને દુર્લભ આનુવંશિક બિમારીઓથી પીડાતા લોકોના સન્માનના રક્ષણ માટે એસસી-એસટી ધારા જેવો કડક કાયદો બનાવવાની વિચારણા કરવા કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી.

સર્વાેચ્ચ અદાલતે ઓનલાઈન પ્લેટફોર્મ પર અશ્લીલ, અપમાનજનક અથવા ગેરકાયદેસર સામગ્રીને નિયંત્રિત કરવા માટે તટસ્થ, સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાની પણ જરૂરિયાત દર્શાવી હતી.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જાતિવાદી ટીપ્પણીઓને ગંભીર ગુનો ગણતા એસસી-એસટી કાયદાની જેમ તમે કડક કાયદો કેમ ન લાવી શકો.

આ કાયદામાં અપમાન કે ભેદભાવને પણ બિનજામીન પાત્ર ગુનો ગણવામાં આવે છે. દિવ્યાંગોની ઠેકડી ઉડાવતી અપમાનજનક ટિપ્પણીઓનો સામનો કરવા માટે કાયદાકીય વ્યવસ્થાતંત્ર અને માર્ગરેખા બનાવવાના મુદ્દે પ્રસારણ મંત્રાલયે કોર્ટને માહિતી આપી હતી કે માર્ગદર્શિકા બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.

ખંડપીઠે આ મુદ્દે વધુ સુનાવણી ચાર સપ્તાહ માટે મોકૂફ રાખી હતી.રેર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી રોગથી પીડાતા વ્યક્તિઓ માટે કામ કરતા સંગઠન મેસર્સ એસએમએ ક્યોર ફાઉન્ડેશને અરજીમાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના હોસ્ટ સમય રૈના અને બીજા સોશિયલ મીડિયા પ્રભાવકો વિપુન ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવરે કરેલી અપમાજનક ટીપ્પણીનો ઉલ્લેખ કરાયો હતો.સુપ્રીમ કોર્ટે હાસ્ય કલાકારો રૈના અને બીજા લોકોને દિવ્યાંગોની સફળતાની ગાથા દર્શાવતા દર મહિને બે પ્રોગ્રામ કે શો કરવાની તાકીદ કરી હતી.

આ શો કે પ્રોગ્રામથી ઊભા થયેલા નાણાનો ઉપયોગ દિવ્યાંગો અને ખાસ કરીને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડાતા લોકોની સારવાર માટે કરવાનો રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.