ગોદરેજ એન્ટરપ્રાઇઝીસને ગ્લોબલ પાવર પ્રોજેક્ટ્સ માટે બે મોટા ઓર્ડર મળ્યા
મુંબઈ, ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગ્લોબલ પાવર પ્રોજેક્ટ્સ માટે નવ Ecolaire® આધારિત સરફેસ કન્ડેન્સર્સ ધરાવતા બે મોટા ઓર્ડર્સ મેળવ્યા છે.
આ સિદ્ધિ વિશ્વભરમાં એડવાન્સ્ડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાની ગોદરેજની પ્રતિબદ્ધતા તથા તેની વધતી વૈશ્વિક હાજરીને દર્શાવે છે. આ ઉપરાંત આ ઓર્ડર વૈશ્વિક પ્રોજેક્ટ્સ માટે મહત્વના સંસાધનો પૂરા પાડવાની ભારતની ક્ષમતામાં ગ્રાહકોનો વધી રહેલો વિશ્વાસ અને ગુણવત્તા, સુરક્ષા અને વિશ્વસનીયતાના કડક નિયમોના પાલનને દર્શાવે છે.
આ સિદ્ધિ અંગે ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ હુસૈન શરિયારે જણાવ્યું હતું કે, “આ ઓર્ડર વૈશ્વિક ગ્રાહકો અમારી કુશળતામાં જે વિશ્વાસ રાખે છે તેની પુનઃપુષ્ટિ કરે છે. ગોદરેજ ખાતે, અમે માનીએ છીએ કે શ્રેષ્ઠતા ઇન્ટેલિજન્ટ ડિઝાઇનથી શરૂ થાય છે અને અમારી Ecolaire® ટેકનોલોજી આ ફિલોસોફી દર્શાવે છે. વૈશ્વિક પાવર પ્રોજેક્ટ્સ માટે અદ્યતન કન્ડેન્સર્સ તૈયાર કરીને અને તેનું ઉત્પાદન કરીને, અમે સાબિત કરી રહ્યા છીએ કે ભારતીય કંપનીઓ નવીનતા, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પર સ્પર્ધા કરતા વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવા માટે વિશ્વસ્તરના સોલ્યુશન્સ પૂરા પાડી શકે છે.”
ગોદરેજ દ્વારા 2018માં હસ્તગત કરાયેલી Ecolaire® સરફેસ કન્ડેન્સર ટેકનોલોજી એક સદીથી વધુ સમયથી નવીનતા અને પુરવાર થયેલી કામગીરીનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે વિશ્વભરમાં 3,600થી વધુ કન્ડેન્સર્સ પૂરા પાડ્યા છે. Ecolaire® કન્ડેન્સર્સ શ્રેષ્ઠ થર્મલ કાર્યક્ષમતા અને વિશ્વસનીય કામગીરી પૂરી પાડવા માટે કસ્ટમ-ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ડિઝાઇનથી લઈને ડિસ્પેચ સુધી, ગોદરેજનો પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસ ઓઇલ અને ગેસ, પાવર અને હાઇડ્રોજન ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ, કસ્ટમ-એન્જિનિયર્ડ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડે છે.
ડિઝાઇન થિંકિંગને એડવાન્સ્ડ એન્જિનિયરિંગ અને જવાબદાર ઉત્પાદન સાથે જોડીને, ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ ન કેવળ વૈશ્વિક ઉદ્યોગોને શક્તિ આપી રહ્યું છે પરંતુ વધુ ટકાઉ, ભવિષ્ય માટે તૈયાર વિશ્વને પણ આકાર આપી રહ્યું છે જે ભારતના ‘મેક ઇન ઈન્ડિયા, ફોર ધ વર્લ્ડ’ વિઝનનું સાચું મૂર્ત સ્વરૂપ છે.
