મેટોડા GIDCમાં કંપનીમાંથી રૂ.૬.૧૬ લાખની ચોરી
રાજકોટ, મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૨માં આવેલી લેક્સમો પોલિફ્લેક્સ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરો કંપનીનાં એકાઉન્ટ ઓફીસનાં દરવાજાનો લોક અને કાચ તોડી ટેબલના ડ્રોવરમાંથી રૂ.૬ લાખ અને એડમિનિસ્ટ્રેશન એરીયામાં ટેબલના ડ્રૌવર માંથી બે ફોન મળી કુલ રૂ.૬.૧૬ લાખની ચોરી કર્યાની કંપનીના માલીક દીપકભાઇ મોહનભાઇ ઘેડીયા (ઉ.વ.૪૯ રહે.ભરતવન સોસાયટી, અમીનમાર્ગ) એ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
દીપકભાઇએ પોલીસને જણાવ્યું કે તેની કંપની એગ્રીકલ્ચરના એલ.ડી.પી. પ્લાસટીકના પાઇપ બનાવવાનં કામ કરે છે તેમા ૨૪ કર્મચારીઓ કામ કરે છે મોટાભાગના પર પ્રાંતિય છે કંપનીમાં બહારથી આવતા ટ્રક અને અન્ય ભાડા ચૂકવવા માટે મેન્ટેનન્સ અને પરચુરણ ખર્ચા માટે રોકડા રૂપિયા રાખવા પડે છે જે એકાઉન્ટની ઓફીસમાં રખાય છે ગઇ તા.૨૫નાં રૂ.૬,૦૦,૫૦૦ ઓફીસનાં ડ્રોવરમાં રાખેલાં હતા બીજા દીવસે તા.૨૬નાં કંપનીમાં બુધવારની રજા હતી.આજે સવારે તેને કંપનીનાં મશીન ઓપરેટર અવધેશભાઇએ કોલ કરી કંપનીમાં ચોરી થયાની જાણ કરતા તેણે અન્ય સ્ટાફને જાણ કરી તે પણ કંપનીએ પહોચ્યાં હતાં.
જ્યાં જોતા તેની ઓફીસ અને બાજુની એકાઉન્ટની ઓફીસના દરવાજાના કાચના લોક તુટેલા હતા. તપાસ કરતા ટેબલનાં ડ્રોવરમાં રાખેલા રૂ.૬ લાખ તેમજ એડમિનિસ્ટ્રેશન એરીયાના ડ્રોવરમાંથી રૂ.૧૬ હજારની કિંમતના બે ફોન જોવા નહીં મળતા ચોરી થયાની જાણ થઇ હતી. બાદમાં આ મામલે ફરીયાદ નોંધાવી હતી.
