ધર્મા પ્રોડક્શનનો જેન-ઝી પોસ્ટર બોય બન્યો કાર્તિક
મુંબઈ, કાર્તિક આર્યનની ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ક્રિસમસ પર રિલીઝ થવાની રાહ જોવાઈ રહી છે, જે કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. હજુ તો આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેણે કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે વધુ એક ફિલ્મ શૂટ કરવાની શરૂ કરી હતી, ‘નાગઝીલા’. હવે તેણે ત્રીજી ફિલ્મ સાઇન કરીને હેટ્રિક મારી લીધી છે.
તાજેતરમાં જ કાર્તિક કરણ જોહરની જ પીઆર અને ટેલેન્ટ એજન્સી સાથે જોડાયા હોવાના પણ અહેવાલો હતા. એક સુત્ર દ્વારા મળેલા અહેવાલો અનુસાર, “કાર્તિકે વધુ એક ફિલ્મ માટે કરણને લીલી ઝંડી બતાવી દીધી છે. જોકે આ ફિલ્મ વિશે કોઈ માહિતી જાહેર ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.
તે હવે ધર્માનો નવો જેન-ઝી પોસ્ટર બોય બની રહ્યો છે, તે ખુબ ઝડપથી એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહ્યો છે. કરણને પુરતો વિશ્વાસ બેસી ગયો છે કે કાર્તિક હાલનો સૌથી વધુ કમાણી કરાવી શકે એવો કલાકાર છે અને તેને આ જ કારણથી તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી સાથે ઘણી અપેક્ષાઓ છે. નાગઝિલા પણ બોક્સ ઓફિસ પર મોટી સફળ ફિલ્મ સાબિત થાય એવી ગણતરી છે.”
હવે કાર્તિક અને કરણની એકસાથે ત્રીજી ફિલ્મ પણ બિલકુલ નવા જોનરની હશે અને તે ભારતીય સિનેમામાં પણ એક અલગ શૈલીની ફિલ્મ તરીકે ઉભરી આવે શક્યતા છે.
તેઓ આ ફિલ્મ માટે નવેસરથી શરૂઆત કરી રહ્યા છે અને આ ફિલ્મ ઓગસ્ટ ૨૦૨૬માં શરૂ થાય એવી શક્યતા છે. તેની નાગઝિલા રિલીઝ થાય પછી આ ફિલ્મ પર કામ શરૂ થશે. આ અંગે હજુ વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.SS1MS
