‘લવ એન્ડ વાર’ જૂનમાં રિલીઝ કરાવવા રણબીરની મથામણ
મુંબઈ, રણબીર કપૂરને આ પેઢીનો સુપર સ્ટાર માનવામાં આવે છે, જે ‘એનિમલ’ પછી હવે સતત કામ કરી રહ્યો છે અને સતત વ્યસ્ત રહેવાનો છે. પહેલાં તે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વાર’ કરી રહ્યો છે, ત્યાર બાદ તેની ‘રામાયણ’ અને ‘રામાયણ ૨’ આવી રહી છે, તેના પછી તેની ‘અનિમલ પાર્ક’ આવશે. તેની ‘રામાયણ’ દિવાળી ૨૦૨૬ અને ‘રામાયણ ૨’ દિવાળી ૨૦૨૭ પર રિલીઝ થવાની જાહેરાત પહેલાંથી જ થઈ ચુકી છે. તેથી હવે ‘લવ એન્ડ વાર’ ક્યારે રિલીઝ કરવી તે અંગે પ્રશ્નો છે.
આ ફિલ્મ વારંવાર વિવિધ કારણોસર ડિલે થઈ ચુકી છે. પહેલાં શૂટ લંબાયું અને હવે રનબીરે આ રિલીઝ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું છે. આ અંગે ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર રનબીરે ભણસાલી પાસે વચન લીધું છે કે તેઓ માર્ચ ૨૦૨૬ સુધીમાં ગમે તેમ કરીને ફિલ્મનું શૂટ પૂરું કરી દે. સુત્રએ જણાવ્યું, “એ ઇચ્છે છે કે લવ એન્ડ વાર અને રામાયણની રિલીઝ વચ્ચે કમ સે કમ ચાર મહિનાનું અંતર રહે. રામાયણની તારીખ બદલી શકાય તેમ નથી.
તેથી રનબીરે ભણસાલીની વિનંતિ કરી છે કે લવ એન્ડ વાર જૂન સુધીમાં રિલીઝ થઈ જવી જોઈએ.”વધુ એક સુત્રના જણાવ્યા અનુસાર, સંજય લીલા ભણસાલીની ઇચ્છા લવ એન્ડ વાર ઓગસ્ટમાં રિલીઝ કરવાની હતી. તેમણે જણાવ્યું, “રનબીરને લાગે છે કે ઓગસ્ટમાં રિલીઝ થાય તો બંને ફિલ્મ વચ્ચે ખાસ અંતર નહીં રહે, તે લવ એન્ડ વારને જૂનમાં જ રિલીઝ કરવા માટે હવે દૃઢ થઈ ગયો છે.
રનબીરની રામાયણના પ્રોડ્યુસર નમિત મલ્હાત્રા પણ ભણસાલી પર લવ એન્ડ વાર જૂનમાં રિલીઝ કરવા માટે ઘણું દબાણ કરી રહ્યા છે. કારણ કે તેઓ લવ એન્ડ વારના કારણે રામાયણ જેવી મહાકાય ફિલ્મની અસર ખરાબ કરવા નથી માગતા, કારણ કે રામાયણનો પ્રોડેક્ટ લવ એન્ડ વાર કરતાં ઘણો મોટો છે.”
હવે ભણસાલીએ આ મુદ્દે તાત્કાલિક નિર્ણય કરવાની અને જલ્દીથી નવી રિલીઝ ડેટ જાહેર કરવાની જરૂર છે. તેઓ ટૂંક સમયમાં નવી ડેટ જાહેર કરે તેવી શક્યતા છે.SS1MS
