મહાવતાર નરસિમ્હા ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં આગળ વધી
મુંબઈ, ભારતીય એનિમેટેડ માઇથોલોજિકલ મહાગાથા ‘મહાવતાર નરસિમ્હા’ ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં આગળ વધી ગઈ છે. હવે તે કેપોપ ડેમન હન્ટર્સ, ડેમન સ્લેયર્સ અને ઇન્ફિનિટી કેસ જેવી ફિલ્મો સાથે રેસમાં છે.
ઓસ્કારના એકેડેમી દ્વારા ૨૦૨૬ના એવોડ્ર્ઝ માટે બેસ્ટ એનિમેટેડ ફિચરની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ફિલ્મને પણ સ્થાન મળ્યું છે.
આ કેટેગરીમાં વિવિધ દેશની અન્ય ૩૫ ફિલ્મ પણ સામેલ છે. એકેડેમી દ્વારા અપવામાં આવેલી અપડેટ મુજબ ‘મહાવતાર નરસિમ્હા’ની પણ ‘ધ બડ ગાય્ઝ ૨’, ‘ચેઇન્સો મેન-ધ મુવીઃ રીઝ આર્ક’, ‘ડેમન સ્લેયરઃઇન્ફિનિટી કેસલ’, કે પોપ ‘ડેમન હંટર્સ’ અને અન્ય ફિલ્મ સાથે એવોર્ડના નોમિનેશન માટે યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ વર્ષે થિએટરમાં નરસિમ્હાને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે આ ફિલ્મને ઓસ્કારમાં સ્થાન મળે છે કે નહીં તે જોવાનું રહ્યું છે. ‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મ હિન્દુ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિમ્હાના જીવન પર આધારીત છે.
આ ફિલ્મમાં હિરણ્યકશીપુની વાત કરવામાં આવી છે, જે પોતાના ભાઈ હિરણયક્શ જેનો ભગવાન વિષ્ણુના વરાહ અવતારે વધ કર્યાે હતો, તે વિષ્ણુ સાથે બદલો લેવા માગે છે. તે બ્રહ્માજીની સાધના કરે છે અને કઠોર તપ કરીને વરદાન મેળવે છે, જે લગભગ અમરતાનું વરદાન મેળવી લે છે.
આ વરદાનથી શક્તિશાળી બનીને તે સ્વર્ગ, પૃથ્વી અને નર્કનો સ્વામી બની જાય છે અને સમયાંતરે પોતાને જ ઇશ્વર જાહેર કરી દે છે. તેનો પાંચ વર્ષનો દિકરો પ્રહલાદ તેનાથી બિલકુલ વિરુદ્ધ છે, જે ભગવાન વિષ્ણુની અપાર સાધના અને અર્ચના કરે છે. તેનાથી નારાજ અને ક્રોધિત થઈને હિરણ્યકશીપુ પોતાના પુત્રને મારી નાખવાના અનેક પ્રયાસ કરે છે, જે દરેકમાં તેને નિષ્ફળતા મળે છે.
અંતે તે ભગવાન વિષ્ણુ નરસિમ્હા સ્વરુપ ધારણ કરે છે અને હિરણ્યકશીપુનો વધ કરે છે. આ મહાવતાર સિનેમેટિક યુનિવર્સની પહેલી ફિલ્મ છે.
૨૦૨૭માં તેઓ મહાવતાર પરશુરામ ફિલ્મ લઇને આવી રહ્યા છે, જે ભગવાન વિશ્ણુનો છઠ્ઠો અવતાર હતા. આ અંગે નરસિમ્હાના ક્રેડિટ સીનમાં એક ઝલક આપવામાં આવી હતી. આ સિવાય મહાવતાર રધુનંદન, મહાવતાર દ્વારકાધીશ, મહાવતાર ગોકુલાનંદ. મહાવતાર કલકી પાર્ટ ૧ અને ૨ સહીતની ફિલ્મ ૨૦૩૭ સુધી બનાવશે એવું આયોજન છે.SS1MS
