Western Times News

Gujarati News

ધર્મેન્દ્રના નિધનના દિવસો બાદ હેમા માલિનીનું પહેલી પોસ્ટમાં દર્દ છલકાયુ

મુંબઈ, બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના મૃત્યુના લગભગ ત્રણ દિવસ પછી તેમના પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ કરી છે. ધર્મેન્દ્રના ૨૪ નવેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આમ જોવા જઈએ તો તેમના નિધનના સમાચાર પર પરિવારની આ પહેલી પ્રતિક્રિયા છે. હેમા માલિનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ધર્મેન્દ્ર સાથેના પોતાના જૂના ફોટા શેર કર્યા છે. હેમા માલિનીનું આ પોસ્ટમાં દર્દ છલકાયું છે. અભિનેત્રીએ પોતાના પતિને ઈમોશનલ શ્રદ્ધાંજલિ આપી છે.

તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર મારા માટે બધું જ હતા.હેમા માલિનીએ પોસ્ટમાં લખ્યું કે, ‘ધરમ જી, તેઓ મારા માટે ઘણું બધું હતા. એક પ્રેમાળ પતિ, અમારી બે પુત્રીઓ એશા અને આહાનાના પિતા, મિત્ર, ફિલોસોફર, ગાઈડ અને એવા વ્યક્તિ જેમની પાસે હું જરૂરતના સમયે કંઈ પણ વિચાર્યા વિના જઈ શકતી હતી. તે મારા માટે બધું જ હતા. અમે સારા અને ખરાબ સમયમાંથી પસાર થયા.

તેમણે તેમના સરળ સ્વભાવ અને ળેન્ડલી અપ્રોચની સાથે મારા પરિવારના તમામના દિલ જીતી લીધા. તેમણે દરેક પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. એક પબ્લિક પર્સનાલિટી હોવાના કારણે તેમનું ટેલેન્ટ અને યુનિવર્સલ અપીલ તેમને બાકી તમામ લેજેન્ડ્‌સથી અલગ ‘યુનિક આઈકોન’ બનાવે છે.’

મારા જીવનમાં જે ખાલીપણું છોડી ગયા છે તે ક્યારેય ભરાશે નહીંતેમણે આગળ લખ્યું કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની સિદ્ધિ અને ફેમ હંમેશા જીવંત રહેશે. હું મારું દુઃખ વ્યક્ત નથી કરી શકતી. તેઓ મારા જીવનમાં જે ખાલીપણું છોડી ગયા છે તે ક્યારેય ભરાશે નહીં. આટલા વર્ષાે સાથે રહ્યા પછી હું માત્ર યાદોના સહારે જીવવા માટે મજબૂર છું.

આ સ્પેશિયલ મોમેન્ટ્‌સના સહારે હું એ ક્ષણોને ફરીથી જીવી શકીશ.’ પોતાની આ ઈમોશનલ પોસ્ટ સાથે હેમાએ અભિનેતા સાથેના જૂના ફોટા પોસ્ટ કર્યા છે. તેમણે બીજી પોસ્ટના કેપ્શનમાં લખ્યું, વર્ષાેનો સાથ, હંમેશા રહેશે. તસવીરોમાં હેમા અને ધર્મેન્દ્રની ઘણા કેન્ડિડ મોમેન્ટ્‌સ નજર આવી રહ્યા છે. દીકરીઓ સાથેની તસવીરો પણ પોસ્ટ કરી છે.

હેમા માલિનીની આ પોસ્ટ જોઈને ચાહકો ભાવુક થઈ ગયા છે. બંનેની જોડી ચાહકોની પ્રિય હતી. તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શોલેમાં તેમની કેમિસ્ટ્રી સૌથી દમદાર લાગી હતી. અહેવાલ પ્રમાણે દેઓલ પરિવારે ગુરુવારે ધર્મેન્દ્રની પ્રાર્થના સભા રાખી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.