એક્વસ લિમિટેડનો IPO બુધવાર, ૦૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ખૂલશે
પ્રાઇઝ બેન્ડ શેર દીઠ રૂ. 118થી રૂ. 124 નક્કી કરવામાં આવ્યો છે
ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેર્સના (પ્રતિ શેર રૂ. 10ના) ફેસ વેલ્યુની80 ગણી અને કેપ પ્રાઇઝ ફેસ વેલ્યુની 12.40 ગણી છે
- બિડ/ઓફર બુધવાર, 03 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને શુક્રવાર 05 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે (“Bid Dates”)
- એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર તારીખ મંગળવાર, 02 ડિસેમ્બર, 2025 છે
- બિડ્સ લઘુતમ 120 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 120 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“ of Bids”)
- આરએચપી લિંકઃ https://live.jmfl.com/od/UploadedFiles/D0456858-180C-4361-83F0-946D0B04EDA6.pdf
અમદાવાદ, એક્વસ લિમિટેડ (The “Company”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બુધવાર, 03 ડિસેમ્બર, 2025ના રોજ બિડ/ઓફર ખોલશે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 118થી રૂ. 124 રાખવામાં આવ્યો છે (“Price Band”). બિડ્સ લઘુતમ 120 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 120 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Minimum Bid Lot”).
પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓમાં રૂ. 6,700 મિલિયન (રૂ. 670 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 2,03,07,393 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરની તારીખ મંગળવાર, 02 ડિસેમ્બર, 2025 રહેશે. બિડ/ઓફર બુધવાર, 03 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર્સને બીએઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” and together with BSE, the “Stock Exchanges”) જેવા શેર બજારો પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત શેર બજાર છે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે (“BRLMs“). અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957 (the “SCRR”) ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ (અહીં જણાવ્યા મુજબ) દ્વારા કરવામાં આવી છે જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2) અનુસાર ઓફરના લઘુત્તમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. નેટ ઓફરના કમસે કમ 75 ટકા જો ક્યુઆઈબીને ફાળવી ન શકાય તો એપ્લિકેશનની સમગ્ર રકમ રિફંડ કરવામાં આવશે. આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને (“Non-Institutional Investors” or “NIIs”) (the “Non-Institutional Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.0 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે તથા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બે સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનમાં ઇક્વિટી શેર્સ ઉપલબ્ધ રહેવાની શરતે દરેક નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇનવેસ્ટરને ફાળવણી લઘુતમ એપ્લિકેશન સાઇઝથી ઓછી નહીં હોય અને બાકી જો ઈક્વિટી શેર્સ ઉપલબ્ધ હોય તો તેને સેબી આઈસીડીઆર નિયમનોના Schedule XIII માં આના સંદર્ભે રાખવામાં આવેલી શરતોના અનુસંધાનમાં પ્રમાણસર ધોરણે ફાલવવામાં આવશે. આ ઉપરાંત સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail Individual Investors” or “RIIs”) (the “Retail Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે તેમના તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે (લાગુપાત્ર નેટ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ, જો હોય તો)
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડવાની રહેશે જેમાં સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.
એક્વસ લિમિટેડ એ ભારતમાં સિંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત એકમાત્ર પ્રિસિઝન કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર છે જે એરોસ્પેસ સેગમેન્ટમાં સંપૂર્ણપણે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ પ્રદાન કરે છે, જે કંપનીને તેની સાથી કંપનીઓમાં પસંદગીયુક્ત ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતા અન્ય કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સથી અલગ પાડે છે (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ). 31 માર્ચ, 2025 સુધીમાં, એક્વસ લિમિટેડ ભારતમાં એરોસ્પેસ પ્રોડક્ટ્સના સૌથી મોટા પોર્ટફોલિયોમાંની એક હતી (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ).
કંપની મુખ્યત્વે એરોસ્પેસ સેગમેન્ટમાં કાર્યરત છે, પરંતુ વર્ષોથી તેણે તેના કન્ઝ્યુમર ક્લાયન્ટ્સ માટે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સમાવેશ કરીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. કંપનીના વૈવિધ્યસભર કન્ઝ્યુમર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કુકવેર અને સ્મોલ હોમ અપ્લાયન્સિસ જેવી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઉટડોર ટોય્ઝ, ફિગરિન્સ, ટોય વ્હીકલ્સ જેવા પ્લાસ્ટિક અને પોર્ટેબલ કમ્પ્યુટર્સ અને સ્માર્ટ ડિવાઇસીસ જેવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટેના કમ્પોનેન્ટ્સનો સમાવેશ થાય છે.
એક્વસ લિમિટેડના મુખ્ય ક્લાયન્ટ્સમાં એરોસ્પેસ સેગમેન્ટમાં એરબસ, બોઇંગ, બોમ્બાર્ડિયર, કોલિન્સ એરોસ્પેસ, સ્પિરિટ એરોસિસ્ટમ્સ ઇન્કોર્પોરેશન, સાફ્રાન, જીકેએન એરોસ્પેસ, મુબિયા એરોસ્ટ્રક્ચર્સ, હનીવેલ, ઇટન અને સાબકા તથા કન્ઝ્યુમર સેગમેન્ટમાં હાસ્બ્રો, સ્પિનમાસ્ટર, વન્ડરશેફ અને ટ્રામોન્ટીનાનો સમાવેશ થાય છે.
Disclaimer: This announcement is not an offer of securities for sale in the United States or elsewhere. This announcement is not for publication or distribution, directly or indirectly, in or into the United States. The equity shares described in this announcement have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the “U.S. Securities Act”) or any other applicable law of the United States and, unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable U.S. state securities laws. There will be no public offering of securities in the United States.
