Western Times News

Gujarati News

મીશો લિમિટેડનો IPO બુધવાર, 3 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે

  • મીશોલિમિટેડ (“કંપની”)નારૂપિયા1નીફેસવેલ્યુવાળાઇક્વિટીશેર (“ઇક્વિટીશેર”) દીઠ રૂપિયા 105થી રૂપિયા 111 સુધીનોપ્રાઇસબેન્ડનક્કીકરવામાંઆવ્યોછે
  • એન્કરઇન્વેસ્ટરમાટેબિડિંગનીતારીખ – મંગળવાર, 2 ડિસેમ્બર, 2025
  • બિડ/ઓફરખુલવાનીતારીખ – બુધવાર, 3 ડિસેમ્બર, 2025, અનેબિડ/ઓફરબંધથવાનીતારીખ – શુક્રવાર, 5 ડિસેમ્બર, 2025
  • બિડઓછામાંઓછા 135 ઇક્વિટીશેરમાટેઅનેત્યારબાદ 135 ઇક્વિટીશેરનાગુણાંકમાંકરીશકાયછે.
  • રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) લિંક: https://investor.meesho.com/ipo-disclosures

અમદાવાદ, 01 ડિસેમ્બર, 2025: મીશો લિમિટેડ (“કંપની”) 3 ડિસેમ્બર, 2025ના રોજ તેના 1 રૂપિયાની ફેસ વેલ્યુ (“ઇક્વિટી શેર્સ”)ના પ્રારંભિક જાહેર ભરણાને (“ઓફર”) ખુલ્લો મૂકવાનો પ્રસ્તાવ મૂકે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ તેના એક કાર્યકારી દિવસ પહેલાની એટલે કે મંગળવાર, 2 ડિસેમ્બર, 2025 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 5 ડિસેમ્બર, 2025 છે.

ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂપિયા 105થી રૂપિયા 111 સુધી નક્કી કરવામાં આવ્યો છે. રૂપિયા 1ની ફેસ વેલ્યુવાળા ઓછામાં ઓછા 135 ઇક્વિટી શેર અને ત્યારબાદ રૂપિયા 1ની ફેસ વેલ્યુના 135 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે.

આ ઓફરમાં રૂપિયા 42,500 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા 105,513,839 ઇક્વિટી શેર માટે ઓફર ફોર સેલ સામેલ છે. આ શેરધારકોમાં વિદિત આત્રે અને સંજીવ કુમાર (એક સાથે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ), એલિવેશન કેપિટલ વી લિમિટેડ, પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ વી, વેન્ચર હાઇવે સિરીઝ 1 (વેન્ચર હાઇવે SPV LLCની સીરીઝ), ગોલ્ડન સમિટ લિમિટેડ, વાય કોમ્બિનેટર કન્ટિન્યુટી હોલ્ડિંગ્સ I LLC, સરિન ફેમિલી ઇન્ડિયા LLC, ક્રિમસન હોલ્ડિંગ્સ LLC, ટાઇટન પેટ્રિયટ ફંડ લિમિટેડ અને જેમિની ઇન્વેસ્ટમેન્ટ્સ L.P. (તમામ “કોર્પોરેટ સેલિંગ શેરહોલ્ડર્સ“), મેન હે ટેમ અને રાજુલ ગર્ગ (એક સાથે “વ્યક્તિગત સેલિંગ શેરહોલ્ડર્સ” અને સામૂહિક રીતે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ તેમજ કોર્પોરેટ સેલિંગ શેરહોલ્ડર્સ, “સેલિંગ શેરહોલ્ડર્સ“)નો સમાવેશ થાય છે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના સુધારેલા (“SCRR”) નિયમ 19(2)(બી) અનુસાર તેમજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018ના નિયમ 31 સાથે વાંચવામાં આવે છે, જે સુધારેલા (“SEBI ICDR રેગ્યુલેશન્સ”) છે.

આ ઓફર SEBI ICDR રેગ્યુલેશન્સના નિયમ 6(2) અનુસાર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં SEBI ICDR રેગ્યુલેશન્સના નિયમ 32(2)ના સંદર્ભમાં, ઓફરનો ઓછામાં ઓછો 75% હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (“QIB પોર્શન“) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs“) સાથે પરામર્શ કરીને, વિવેકાધીન ધોરણે QIBના હિસ્સામાંથી 60% સુધીની ફાળવણી એન્કર ઇન્વેસ્ટર્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન“)ને કરી શકે છે, જેમાંથી એક તૃતીયાંશ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટરને ફાળવણીની કિંમત અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થતી માન્ય બિડ્સને આધીન છે.

વધુમાં, ઓફરનો મહત્તમ 15% હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો (“બિનસંસ્થાકીય હિસ્સો“)ને ફાળવવા માટે અને રિટેલ ઈન્ડીવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ માટે મહત્તમ 10% હિસ્સો ઉપલબ્ધ રહેશે.

ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“બીએસઈ“) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“એનએસઈ“) પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે. ઓફરના હેતુઓ માટે, એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.

બુક રનિંગ લીડ મેનેજર્સ:

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મોર્ગન સ્ટેન્લી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.

ઓફર માટેના રજિસ્ટ્રાર: કેફિન ટેક્નોલોજીઝ લિમિટેડ.

Disclaimer

Meesho Limited is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the Red Herring Prospectus (“RHP”) with the Registrar of Companies, Karnataka at Bengaluru. The RHP is available on the Company’s website (https://investor.meesho.com/ipo-disclosures), the websites of SEBI (www.sebi.gov.in), BSE (www.bseindia.com), NSE (www.nseindia.com) and the websites of the BRLMs at https://investmentbank.kotak.com, www.jpmipl.com, www.morganstanley.com, www.axiscapital.co.in and www.citigroup.com/global/about-us/global-presence/india/disclaimer. Potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see “Risk Factors” beginning on page 89 of the RHP. Potential investors should not rely on the Updated Draft Red Herring Prospectus I for any investment decision and instead should place reliance on the RHP.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.