Western Times News

Gujarati News

વિરાટ કોહલીની ૮૩મી સદી, ચાહકો ખુશખુશાલ

રાંચી, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આજે રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી. વિરાટ કોહલીએ આજે શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશલ કરિયરની ૮૩મી સદી ફટકારી હતી. જ્યારે વનડે ફોર્મેટમાં ૫૨મી સદી છે. કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે.

રોહિત શર્મા વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ ૩૯૮ મેચોમાં ૩૫૧ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ ૨૭૭ મેચમાં ૩૫૨ છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. આજની મેચમાં રોહિત શર્માએ ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૫૭ રન ફટકાર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ૧૩૬ રનની પાર્ટનરશિપ કરી. જે બાદ રોહિત માર્કો જાનસેનની ઓવરમાં ન્મ્ઉ આઉટ થયો.

વિરાટ કોહલીએ ૧૨૦ બોલમાં કુલ ૧૩૫ રન બનાવ્યા, જેમાં ૧૧ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. આ સદી સાથે તે દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ વનડે સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં આફ્રિકન ટીમ સામે છ વનડે સદી ફટકારી છે.

કોહલીએ સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન અને વોર્નરે વનડે ક્રિકેટમાં આફ્રિકન ટીમ સામે પાંચ સદી ફટકારી હતી. હવે કોહલીએ આ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને નંબર વન સ્થાન મેળવ્યું છે.વિરાટ કોહલી પહેલેથી વન ડે ક્રિકેટનો દિગ્ગજ ખેલાડી તરીકે જાણીતો છે. આ તેની ૫૨મી વન ડે સદી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.