Western Times News

Gujarati News

“સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ”

સરદાર સાહેબના યોગદાનો ષડયંત્રના ભાગરૂપે  દબાવી દેવામાં આવ્યા હતા  – ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

મેનપૂરા ખાતે સરદાર@૧૫૦ એકતા પદયાત્રા અતર્ગત યોજાયેલી સરદાર ગાથામાં ભારત સરદાર પટેલની દેશસેવા થઇ જીવંત

મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાશ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી ત્રિકમભાઇ છાંગાની સરદાર ગાથામાં પ્રેરક ઉપસ્થિતિ

વડોદરા જિલ્લાના મેનપૂરા ખાતે પહોંચેલી સરદાર@૧૫૦ એકતા પદયાત્રા દરમિયાન યોજાયેલી સરદાર ગાથામાં ‘કાશ્મીરહૈદરાબાદ અને સરદાર’ વિષય ઉપર પ્રકાશ પાડતા જમ્મ-કાશ્મીરના રાજ્યપાલ શ્રી મનોજ સિંહાએ જણાવ્યું કેજો તે સમયે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સરદાર પટેલ પાસે હોતતો કદાચ છ દાયકાથી પણ વધુ સમય સુધી આ સમસ્યા બની ન રહેતી જે ત્યાંના લોકોએ વેઠી છે. સરદાર પટેલ મૂળભૂત રીતે કર્મઠ વ્યક્તિ હતા અને તેમના જીવન દર્શનને ટાંકતા તેમણે કહ્યું કે ઇતિહાસ લખવામાં સમય બરબાદ કરવાને બદલેતેનું નિર્માણ કેમ ન કરવું‘. સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ”.

શ્રી સિંહાએ સરદાર પટેલને ભારતનો આત્મવિશ્વાસસ્વાભિમાનપરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદી પછી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું ક્ષણે-ક્ષણ સમર્પિત કર્યું હતું. સરદાર સાહેબે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિસ્પષ્ટ દ્રષ્ટિકોણ અને કુશળ સંગઠન શક્તિના બળ પર ૫૬૨ જેટલી રિયાસતોનું ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. રાજ્યપાલે સ્પષ્ટપણે જણાવ્યું કે જો સરદાર પટેલ ન હોતતો કદાચ ભારતનો ભૂગોળ ખંડિત થઈ ગયો હોત.

રાજ્યપાલશ્રીએ આ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કેસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીના આ ઐતિહાસિક અવસર પર આયોજિત આ પદયાત્રા સરદાર સાહેબના આદર્શોમૂલ્યોસિદ્ધાંતો અને તેમની શિક્ષા પર ચાલવાનો સંકલ્પ છે. આ પદયાત્રા ભારત નિર્માણના સામૂહિક સંકલ્પનું પ્રતીક છેતેમજ યુવા ઊર્જા સાથે વિકસિત ભારતના નિર્માણને ગતિ આપવાની પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે જો ભારત પોતાને વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર કહેવામાં ગૌરવ અનુભવે છેતો તેની પાછળ સરદાર પટેલના આદર્શો અને તેમના વિઝનની સૌથી મોટી તાકાત રહેલી છે.

શ્રી મનોજ સિંહાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના આ અધૂરા સ્વપ્નને ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ૫ ઓગસ્ટ૨૦૧૯ના રોજ બંધારણમાંથી અનુચ્છેદ ૩૭૦ ને સમાપ્ત કરીને પૂર્ણ કર્યું છે. આ પગલાથી લાંબા ઇંતેજાર પછી સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનું કાર્ય થયું અને ‘એક દેશમાં એક નિશાનએક વિધાન અને એક પ્રધાન’નો સંકલ્પ સાકાર થયો. તેમણે ઉમેર્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં શાંતિસ્થિરતા અને આશાના નવા યુગની શરૂઆત થઈ છેજ્યાં હવે પથ્થરબાજી થતી નથી કે પાકિસ્તાનના ઇશારે કોઈ બંધ કે હડતાળ થતી નથી.

યુવાનોને આહ્વાન કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કેસરદાર સાહેબે કહ્યું હતું કે, “એકતા વિના કોઈ પણ રાષ્ટ્ર મહાન બની શકતું નથી”. એકતા જ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ હોય છેજેના ત્રણ મહત્વપૂર્ણ આધારસ્તંભો છે : સામુહિક મૂલ્યસામુહિક ઓળખ અને એક સમાન ઉદ્દેશ્ય. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રના વિકાસ માટેના પાંચ આધારસ્તંભો – કાયદાનું શાસન (રૂલ ઓફ લો)રાષ્ટ્રીય ઓળખ અને સામાજિક સૌહાર્દમેરિટોક્રેસી અને શિક્ષિત માનવ મૂડીસામાજિક આર્થિક સમતા અને સુશાસન – આ બધાનો મુખ્ય આધાર આપણી એકતા છે. એકતા એ રાષ્ટ્રનું અદ્રશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેજે પ્રગતિને નિરંતર સુનિશ્ચિત કરે છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ડભોઈના મેનપુરા ખાતે આયોજિત સરદાર સભા‘ માં જણાવ્યું હતું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી ઐતિહાસિક રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના દૂરંદેશી વિચારોદેશની એકતા માટેના તેમના મહત્વના નિર્ણયો અને દેશને એક રાખવામાં તેમના મહત્વના ફાળાને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનો છે. આ ઐતિહાસિક યાત્રાઓનું આયોજન કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના દરેક જિલ્લાઓવિધાનસભા અને લોકસભાના ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છેજેથી સરદાર સાહેબના વિચારો આ દેશના યુવાનો સુધી પહોંચી શકે.

ઉપ મુખ્યમંત્રીશ્રીએ દેશના ઇતિહાસ અંગે સ્પષ્ટપણે વાત કરતા જણાવ્યું કેસરદાર સાહેબ દ્વારા દેશ માટે કરવામાં આવેલા કામો અને આપેલા યોગદાનોને ષડયંત્રના ભાગરૂપે રૂપે દબાવી દેવામાં આવ્યા હતા. દેશના નાગરિકોને ક્યારેય એવો અંદાજ ન આવી શકે કે દેશને એકત્ર રાખવા માટે સરદાર સાહેબની દૂરંદેશીના અને તેમના એક પછી એક કડક નિર્ણયોના પરિણામે આજે આપણે સૌ એક છીએ. સરદાર સાહેબના વિચારોઉપલબ્ધિઓ અને નિર્ણયો દેશના યુવાનો સુધી ન પહોંચાડવા માટેનું ષડયંત્ર વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કેઆપણા સૌનું નસીબ સારું છે કે ૨૦૧૪માં આપણને એક એવા પ્રધાનમંત્રીશ્રી મળ્યાજેમણે પોતાના માટે નહીં પણ દેશ માટે એક પછી એક નિર્ણયો લીધા. આજે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીના સ્વરૂપમાં જે યાત્રા નીકળી રહી છેતે દેશના ઇતિહાસની સૌથી મોટી યાત્રા છે.

એકતા યાત્રાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું કેશ્રી માંડવિયા સરદાર સાહેબના વિચારો ગામેગામ પહોંચે અને લોકોના જીવનમાં બદલાવ લાવે તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો લઇ રહ્યા હતા અને દેશભરમાંથી પધારેલા યુવા સાથીઓને વ્યવસ્થા પૂરી પાડવા તથા તેમને સમાજ માટે યોગદાન આપવા પ્રેરિત કરવા માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી સતત આ પદયાત્રામાં જોડાયેલા છે.

શ્રી સંઘવીએ રાષ્ટ્રીય એકતાના મૂલ્ય પર ભાર મૂકતા એક મહત્ત્વપૂર્ણ વાત કહી. તેમણે લોકોને પૂછ્યું કે જો સરદાર સાહેબે આ દેશને એકત્ર રાખવા માટે કાર્ય ન કર્યું હોત અને ૫૬૫ રજવાડાઓએ તેમના વિચારો સાથે જોડાઈને દેશને એક રાખવા માટે રજવાડાઓનો ત્યાગ ન કર્યો હોતતો આજે પરિસ્થિતિ કેવી હોત તેનો અંદાજ નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કેજો સરદાર સાહેબ ન હોતતો રામ મંદિરપંજાબના ગોલ્ડન ટેમ્પલકે માં વૈષ્ણવ દેવીના ધામમાં દર્શન કરવા જવા માટે પાસપોર્ટ લઈને જવું પડત અને પાસપોર્ટ પર સિક્કો લગાવીને જ દર્શન મળતા. તેવી જ રીતેદેશભરમાંથી આવેલા યુવાનોને આજે ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ પર વીઝા લેવો પડત. આ દેશને એક રાખનારા સરદાર સાહેબને આપણે સૌએ વંદન કરવા જોઈએ અને નમન કરવા જોઈએ.

આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સરદાર @ 150′ અંતર્ગત વડાપ્રધાનશ્રીના પ્રયાસથી સરદાર સાહેબે કરેલા અનેક કામોનો ઇતિહાસ આજે આપણી નજર સામે છેજે અગાઉ ભુલાવી દેવામાં આવ્યા હતા. સરદાર સાહેબનું સમગ્ર જીવન આઝાદીની લડાઈમાં નેતૃત્વ કરવામાં સમર્પિત થયું હતું. સરદાર સાહેબ એવા મહાપુરુષ હતા જેમણે ધીકતી કમાણી છોડીનેસમૃદ્ધિનું પ્રતીક ગણાતી ઇંગ્લેન્ડની શિક્ષણની ડિગ્રી અને સફળ પ્રેક્ટિસનો ત્યાગ કરીનેજેલ જવાનો રસ્તો પસંદ કર્યો હતોજે ખૂબ મોટી વાત હતી. વડાપ્રધાન થવા માટેના તમામ ગુણો સરદાર સાહેબમાં હોવા છતાંતેમને વડાપ્રધાન ન બનાવાયાછતાં તેમણે જરાય મનની અંદર કડવાશ રાખ્યા વગર દેશે આપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં આ વિસ્તારની ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા વર્ણવી હતી.

કાયમી પદયાત્રી તરીકે જોડાયેલા હિમાચલ અને છત્તીસગઢના યુવાનોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ગામના તેજસ્વી છાત્રોઅગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરશ્રી ત્રિકમભાઇ છાંગાજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાશ્રી અશ્વિનભાઇ વકીલઅગ્રણી શ્રી રસિકભાઇ પ્રજાપતિકલેક્ટર ડો. અનિલ ધામેલિયાજિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.